અનંત-રાધિકાના લગ્નનું કાર્ડ વાયરલ, અંબાણી પરિવારમાં આ તારીખે ગૂંજશે શરણાઈ

મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનું બીજુ પ્રી-વેડિંગ શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતના જામનગરમાં પહેલી પ્રી-વેડિંગ સેરેમની યોજાયા બાદ, આજથી ઈટાલીમાં બીજી પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ ચૂકી છે. આ માટે અનેક VVIP-VIP મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે. આ દેશના સૌથી મોટા લગ્ન સમારોહમાંથી એક હોવાનું કહેવાય છે.

તેમના લગ્નનું આમંત્રણ કાર્ડ ઈન્ટરનેટ પર ઓનલાઇન સામે આવ્યું છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

જોકે, આ અંગે રિલાયન્સ કે મુકેશ અંબાણીના પરિવારના કોઈ સભ્ય તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

ઇન્ટરનેટ પર વાયરલ થયેલા લગ્નની પત્રિકા મુજબ, અનંત અને રાધિકા મુંબઈમાં બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) માં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં પરંપરાગત હિન્દુ વૈદિક સમારોહમાં લગ્ન કરશે.

લગ્ન સમારોહ 12 જુલાઈ, શુક્રવારના રોજ થશે અને આમંત્રણ કાર્ડ પર તેને 'શુભ વિવાહ' નામ આપવામાં આવ્યું છે. ફંક્શન માટેનો ડ્રેસ કૉડ 'ઇન્ડિયન ટ્રેડિશનલ' તરીકે બતાવવામાં આવ્યો છે.

આ પછી, 13મી જુલાઈએ 'શુભ આશીર્વાદ' સમારોહ થશે, જેનો ડ્રેસ કૉડ 'ઈન્ડિયન ફૉર્મલ' હશે. અંબાણી પરિવારમાં ઉત્સવનું સમાપન 'મંગલ ઉત્સવ' એટલે કે વેડિંગ રિસેપ્શન સાથે થશે, જે 14 જુલાઈએ થશે. આ માટેનો ડ્રેસ કૉડ ભારતીય ઠાઠ હશે.