ચાલુ મેચે મેદાનમાં ઘુસી ગયેલા ફેને Virat Kohliના પગ પકડી લીધા… સૂર્યકુમાર પાસે ફોટો ખેંચાવ્યો
થિરુવનંતપુરમ: ભારતે શ્રીલંકા સામેની 3 મેચોની સીરિઝમાં અંતિમ મેચ 317 રનના મોટા અંતરથી જીતી લીધી. 391 રનોના ટાર્ગેટનો પીછો કરતા શ્રીલંકાની ટીમ માત્ર 73 રન…
ADVERTISEMENT
થિરુવનંતપુરમ: ભારતે શ્રીલંકા સામેની 3 મેચોની સીરિઝમાં અંતિમ મેચ 317 રનના મોટા અંતરથી જીતી લીધી. 391 રનોના ટાર્ગેટનો પીછો કરતા શ્રીલંકાની ટીમ માત્ર 73 રન જ બનાવી શકી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની વન-ડે સીરિઝ પર 3-0થી કબજો કરી લીધો. જોકે મેચ દરમિયાન એક ખાસ નજારો જોવા મળ્યો, જ્યારે એક ક્રિકેટ ફેન સુરક્ષા તોડીને મેદાનમાં ઘુસી ગયો.
વિરાટ કોહલીને મળવા ફેન મેદાનમાં ઘુસ્યો
આ ફેન વિરાટ કોહલીને મળવા માગતો હતો, જેમાં તે સફળ રહ્યો. આ ફેને કોહલીના ચરણસ્પર્શ કર્યા. જે સમયે આ ઘટના બની ત્યારે શુભમન ગિલ, શ્રેયસ, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલ પાસે જ ઊભા હતા. બાદમાં તે ફેને વિરાટ કોહલી સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો. આ ફોટો સૂર્યકુમાર યાદવે ક્લિક કર્યો. સોશિયલ મીડિયા પર આ ઘટના સાથે જોડાયેલી તસવીરો વાઈરલ થઈ રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: VIRAT KOHLI સચિનનો રેકોર્ડ તોડવા થી ત્રણ કદમ દૂર, બનશે જાદુઇ રેકોર્ડ
અગાઉ રાજકોટમાં પણ બની હતી આ પ્રકારની ઘટના
આ પહેલીવાર નથી જ્યારે કોઈ ક્રિકેટ ફેન મેદાનમાં ઘુસી આવ્યો હોય. રાજકોટમાં આ જ મહિને શ્રીલંકા સામે ત્રીજીી ટી-20 મેચ ખતમ થયા બાદ એક ફેન સુરક્ષાકર્મીઓને ચકમો આપીને મેદાનમાં ઘુસી ગયો હતો અને તેણે ઉમરાન મલિકના પગ પકડી લીધા હતા. ટી-20 વર્લ્ડકપ 2022માં પણ ભારતીય ટીમની મેચમાં એક ફેન મેદાનમાં ઘુસી આવ્યો હતો. જોકે તેને મેદાનમાં એન્ટ્રી કરવાનું ભારે પડ્યું હતું અને તેના પર લાખો રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિરાટ કોહલીની વન-ડેમાં 46મી સદી
ત્રીજી વન-ડેની વાત કરીએ તો વિરાટ કોહલીનો જૂનો અંદાજ ફરી આ મેચમાં જોવા મળ્યો. કોહલીએ 166 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. કોહલીએ વન-ડે કરિયરની 46મી સદી ફટકારી. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 49 બોલમાં 42 રન અને શુભમન ગિલે 97 બોલમાં 116 રન બનાવ્યા હતા. શ્રીલંકાની વાત કરીએ તો તેમના બેટ્સમેન 25 ઓવર પણ નહોતા રમી શક્યા અને આખી ટીમ 73 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ADVERTISEMENT