અમેરિકાની વિમાન સેવા બંધ: કોમ્પ્યુટર સિસ્ટમ ઠપ્પ, સાયબર એટેકની આશંકા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : અમેરિકામાં હાલ ઇન્ટરનેટની સમસ્યાને કારણે ખુબ જ મોટી ખામી સર્જાઇ છે. સમગ્ર અર્થતંત્ર ખોરંભે ચડી ગયું છે. જેના કારણે અનેક ફ્લાઇટ્સ રદ્દ થઇ છે અને અનેક ફ્લાઇટ્સ મોડી ચાલી રહી છે. જેના કારણે હાલ ફ્લાઇટ્સનું સંચાલન લેટ થઇ રહ્યું છે. NOTAM (નોટિસ ટુ એર મિશન) સિસ્ટમમાં ખામીને કારણે બુધવારે અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ સેવા ઠપ થઈ ગઇ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર લગભગ 760 ફ્લાઇટ્સ મોડી ચાલી રહી છે અથવા તો ગ્રાઉન્ડ કરવામાં આવી છે. સિવિલ એવિએશનની વેબસાઈટ પર આ વાતની અધિકારીક રીતે પુષ્ટિ કરવામાં આવી રહી છે.

ફેડરલ એવિએશન એજન્સીએ એક એડવાઈઝરી જાહેર કરીને જણાવ્યું છે કે, NOTAM (નોટિસ ટુ એર મિશન) સિસ્ટમ ‘ફેલ’ થઈ ગઈ છે. ઉપરાંત તે ક્યારે પુર્વવત થશે, તે અંગે હજી સુધી માહિતી નથી. જો કે તેને ઝડપથી ઠીક કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સેવા પૂર્વવત કરવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.

ADVERTISEMENT

MBC ન્યૂઝ અનુસાર, લગભગ 400 ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. સ્થાનિક અને વિદેશી ફ્લાઇટ ઓપરેશન્સનો સમાવેશ થાય છે. અમેરિકન સમય અનુસાર આ ટેક્નિકલ ખામી સવારે 5.31 વાગયે શરૂ થઇ હતી. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી કે, આ ખામી ક્યારે સુધરી શકશે પરંતુ અધિકારીક વેબસાઇટ પર માત્ર અને માત્ર ટેક્નિકલ ખામી છે અને કામગીરી ચાલી રહી છે તેવું જોવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

આ નોટિસ એર ટ્રાફિક કંટ્રોલરે પોતાની વેબસાઈટ પર જાહેર કરી છે.

ADVERTISEMENT

National Road Safety Week: ગોધરામાં 6 દિવસ ટ્રાફિક પોલીસ કેવી કાર્યવાહી કરશે જાણો

સ્કાય ન્યૂઝ અનુસાર-અત્યાર સુધીમાં કુલ 760 ફ્લાઈટ્સ કેન્સલ અથવા મોડી થઈ છે. ફ્લાઈટ ટ્રેકર FlightAware.com અનુસાર-91 ફ્લાઈટ્સ રદ્દ કરી દેવામાં આવી છે. FAA દ્વારા વધારે એક નવા નિવેદનમાં કહ્યું કે, આ કોમ્પ્યુટર સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે થયું છે. ખામી મળે ફ્લાઇટ ઓપરેશન જલદીથી પુનઃસ્થાપિત કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT