કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉડાવી પતંગ, જગન્નાથ મંદિરમાં કરી પૂજા 

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: કોરોનાના 3 વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર કોઈ પણ નિયંત્રણ વિના ઉજવી રહ્યાં છે. ગુજરાતભરમાં ધામધુમથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. લોકો વહેલી સવારથી જ સાઉન્ડ તેમજ પતંગો સહિતનો તમામ સામાન લઈ પોતાના ધાબા પર પહોંચી ગયા છે. સામાન્ય જનતા આ વખતે ખુબ ધામધૂમથી ઉતરાયણની ઉજવણીમાં લાગી છે એવા સમયે તહેવારો હોય અને રાજકીય પતંગ ન ચગે એવું તો કેમ ચાલે? આજે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ધામધુમથી મકરસક્રાંતીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા ગુજરાત આવી પહોંચ્યા છે. કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાવી મકરસક્રાંતી પર્વની ઉજવણી કરી.

વેજલપુર વિસ્તારમાં કાર્યકરો સાથે પતંગોત્સવ મનાવવા તેમના પત્ની સાથે પહોંચ્યા હતા.. ભવ્ય સ્વાગત કેન્દ્રીય ગૃહમંત્રીનું અહીં કરવામાં આવ્યું હતું. અહીં તેમણે દુકાન પરથી પતંગ અને ફિરકીની ખરીદી કરી હતી. ભાજપના કાર્યકરો સાથે ઉતરાયણ ઉજવ્યા બાદ અમિત શાહ પહોંચ્યા હતા.  સાંજે કલોલમાં ઉતરાયણ ઉજવશે તો 15 જાન્યુઆરી પર ગાંધીનગર વિધાનસભાના કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.

જગન્નાથ મંદિરમાં કરી પૂજા
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ પરિવાર અને કાર્યકરો સાથે ઉતરાયણની કરી હતી. આજના દિવસે સવારે  જગવિખ્યાત જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં સહપરિવાર પૂજા અર્ચના કરી હતી. બે દિવસની ગુજરાતની મુલાકાતે છે.  ત્યારે 15 જાન્યુઆરીએ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના કાર્યક્રમમાં હાજરી આપશે.આ ઉપરાંતમોટી આદરજ ગામમાં સહકારી કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે.

ADVERTISEMENT

તલ-ચીકીનો સ્વાદ માણ્યો
ગૃહમંત્રી અમિત શાહે  પણ વેજલપુરની વીનસ પાર્કલેન્ડ સોસાયટીમાં ઉત્તરાયણની ઉજવણી કરી આસપાસના લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. જ્યાં તેઓએ તલ-ચીકી અને ઉંધીયા-જલેબીનો સ્વાદ માણ્યો હતો.

આ પણ વાંચો: પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલે ઉત્તરાયણ પર્વની પાઠવી શુભકામના, લોકસભાની ચૂંટણીને લઈ આપ્યું મહત્વનું નિવેદન

ADVERTISEMENT

કેન્દ્રીય ગૃહ મંત્રી તહેવારો ગુજરાતમાં ઉજવે છે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મોટાભાગના તહેવારો પોતાના પરિયાર સાથે અને ગુજરાતમાં કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરે છે. દિવાળી પર્વ પર ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિવાળી તેમજ નુતન વર્ષની ઉજવણી પરિવાર સાથે કરી હતી. ત્યારે હવે ઉતરાયણ પર્વની ઉજવણી કરવા અમિત શાહ આવતી કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT