થર્ટી ફર્સ્ટે નશાખોરો સામે પોલીસની લાલ આંખ, અ’વાદમાં 200થી વધુ નાકાબંધી પોઈન્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં અત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પોલીસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. દારૂબંધી હોવા છતા રાજ્યમાં દારૂના બંધાણીઓ ખોટી હરકતો ના કરે એના માટે પણ પોલીસની ટીમો તૈનાત થઈ ચૂકી છે. શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર 200થી વધુ સ્થળે નાકાબંધી કરી દેવાઈ હોવાના મીડિયા અહેવાલો મળી રહ્યા છે. નોંધનીય છે કે આવા નબીરાઓને પકડવા માટે બ્રેથ એનલાઈઝર પણ 600થી વધુ પ્રમાણમાં વહેંચવામાં આવ્યા છે.

અમદાવાદમાં તો સાવધાન…
શહેરમાં પોલીસે સિંધુભવન રોડ, રિવરફ્રન્ટ, એસજી હાઈવે પર તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. અહીં મોટાભાગે તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. અન્ય રાજ્યમાંથી પણ બુટલેગરો દારૂ ન ઘુસાડે એના માટે પોલીસતંત્ર ખડેપગે આવી ગયું છે.

જાણો લોકોના મનપસંદ વિસ્તારમાં કેટલું છે પોલીસ બંદોબસ્ત..
મીડિયાના અહેવાલો પ્રમાણે પોલીસની સઘન કાર્યવાહીના ભાગરૂપે જોવા જઈએ તો યૂનિવર્સિટી, વસ્ત્રાપુર, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં પોલીસ છે. મુખ્ય માર્ગો પર તો 1200થી વધુ બોડિ વોર્ન કેમેરા, 14 ટોઈંગ વાહનો સહિત 200 નાકાબંધી પોઈન્ટ ઉભા કરી દેવાયા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT