તુનિશા શર્માના આજે અંતિમ સંસ્કાર થશે, સુસાઈડ કેસમાં રોજ નવા વળાંકો આવ્યા..

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ તુનિશા શર્માના આત્મહત્યા કેસમાં રોજેરોજ નવો વળાંક આવી રહ્યો છે. અભિનેત્રીએ તેની સીરિયલ ‘અલીબાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ના સેટ પર આત્મહત્યા કરી હતી. આ કેસમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શિઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે શિઝાનને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. શિઝાન પર આરોપ છે કે તેણ તુનિશાને પ્રેમની જાળમાં ફસાવીને તેનો ઉપયોગ કર્યો અને પછી તેની સાથે સંબંધ તોડી નાખ્યો. તેની સાથે અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ પણ તેની સામે નોંધવામાં આવ્યો છે.

આજે બપોરે તુનિશાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે
24 ડિસેમ્બરે તુનિશા શર્માના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. આજે ત્રણ દિવસ બાદ તેમના અંતિમ સંસ્કાર થવાના છે. તુનિશાના મામા પવન શર્મા સોમવારે સાંજે તેનો મૃતદેહ લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં પેપર વર્ક પૂરા કર્યા બાદ તેમને હોસ્પિટલમાંથી અભિનેત્રીની ડેડ બોડી મળી હતી. તુનિશાના અંતિમ સંસ્કાર આજે બપોરે 3 વાગ્યે કરવામાં આવશે.

અભિનેત્રીના પરિવારે તુનિશા શર્માના અંતિમ સંસ્કારની માહિતી આપી છે. પરિવારે લખ્યું, ‘ભારે હૃદય સાથે તુનીશા 24 ડિસેમ્બરે અમને છોડીને ચાલી ગઈ. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે આવીને મૃત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. અંતિમ સંસ્કાર 27 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે ખોદેવ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.

ADVERTISEMENT

ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માનું 24 ડિસેમ્બરે અવસાન થયું હતું. તેમના મૃતદેહને મુંબઈની જેજે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર અભિનેત્રીનું મોત શ્વાસ રૂંધાવવાનાં કારણે થયું હતું. તેના શરીર પર કોઈ નિશાન કે ઘા જોવા મળ્યા નથી. તુનિશાની આત્મહત્યાના કેસમાં તેની માતાએ અભિનેતા શિઝાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે. શિઝાન પોલીસ કસ્ટડીમાં છે અને તેના વિશે ચોંકાવનારી બાબતો બહાર આવી રહી છે.

શિઝાનને ઘણા અફેર હતા?
તુનિશાની મિત્ર રાયા લબીબના જણાવ્યા અનુસાર, શિઝાન 10થી વધુ છોકરીઓ સાથે અફેર અને શારીરિક સંબંધ ધરાવે છે. તે તુનીશા સાથે બીજા ઘણાબધાને છેતરતો હતો. તુનિશાને તાજેતરમાં જ શિઝાનની બેવફાઈ વિશે ખબર પડી હતી અને તે તેનાથી ખૂબ નારાજ હતી. બીજી તરફ શિઝાને અન્ય યુવતીઓ સાથેના અફેરની વાતને ખોટી ગણાવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT