પાલનપુર તાલુકામાં ઝેરી ઘાસચારો આરોગતા 21 ગાયોના કરુણ મોત, જાણો શું કહ્યું તંત્રએ
ધનેશ પરમાર , બનાસકાંઠા: જિલ્લાના પાલનપુર તાલુકામાં એક સાથે 21 ગાયો ખોરાકી ઝેર અસર થી મોત થયા. આ સાથે જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અરેરાટી વ્યાપી…
ADVERTISEMENT
ધનેશ પરમાર , બનાસકાંઠા: જિલ્લાના પાલનપુર તાલુકામાં એક સાથે 21 ગાયો ખોરાકી ઝેર અસર થી મોત થયા. આ સાથે જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અરેરાટી વ્યાપી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં વાધણા ગામમાં પશુઓએ ઝેરી ઘાસચારો આરોગતા 21 ગાય મોતને ભેટી છે. ગાયોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેના કારણે ટપોટપ 30 જેટલી ગાયો વારાફરતી બીમાર પડવા લાગી હતી જેમાંથી 21 જેટલી ગાયના મૃત્યુ થયું થયું છે.
પાલનપુર તાલુકામાં વાધણા ગામમાં પશુપાલક 135 ગાયો રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગાયોને ચરાવવા લઈ ગયેલા આ પશુપાલકની ગાયો ઝેરી ઘાસચારો ખાઈ ગઈ હતી. જેને પરિણામે ગાયોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેના કારણે ટપોટપ 30 જેટલી ગાયો વારાફરતી બીમાર પડવા લાગી હતી. ખોરાકી ઝેરની અસર વધતા 21 જેટલી ગાયોની સ્થિતિ અતિ ગંભીર બની હતી. જેને પરિણામે 21 ગાય મોતને ભેટી હતી.
21 ગાયોના મોતથી પશુપાલક પરિવારને ભારે નુક્સાન
ખોરાકી ઝેરની અસરથી અચાનક 21 જેટલી ગાયોના મોતથી તેમના પાલન કરતા પશુપાલકના માથે આભ તૂટી પડ્યું હતું. આ ઘટનાને લઈને સરકારી તેમજ ખાનગી વેટરનરી ડોક્ટરોની 10 જેટલી ટીમો તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં રાહત મદદ માં બીમાર ગાયોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. આ સારવારના કારણે 12 જેટલી ગાયોના જીવ બચાવ્યા હતા. જ્યારે ગાયો રાખીને પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ પશુપાલક પરિવારને ભારે આર્થિક નુકસાન થયું હતું. જેથી પશુપાલકને તુરંત સહાય અપાય તેવી પણ માંગ ઉઠી હતી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર ખાતે 22 થી 24 જાન્યુઆરી દરમિયાન મળશે પ્રદેશ ભાજપની કારોબારી, જાણો શું છે તૈયારી
ખોરાકી ઝેર અસર
એક સાથે 21 જેટલા પશુના મોત મામલે પશુ પાલન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેતરમાં બટાકાના વાવેતરના ફરતે ઉગેલા પાંદડા ઝેરી હોય છે. જેથી પશુઓ બટાકાના ઉપર ઉગેલા પાન આરોગતા ખોરાકી ઝેરની અસર થઇ હતી. પશુઓ બટાકાના ઉપર ઉગેલા પાન આરોગતા 21 પશુઓ મોતને ભેટ્યા હતા. જ્યારે પશુપાલનના વ્યવસાય પર નભતા પશુ પાલકોને મૃત્યુ પામેલા પશુઓની સહાય મળે તેવી માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT