મહિલાએ ભગવાનની પત્ની હોવાનો દાવો કર્યો, પુજારી પર પણ થૂંકી; જાણો પછી શું થયું…
બેંગ્લોરઃ બેંગ્લોરનાં એક મંદિરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આમાં, એક મંદિરનો કાર્યકર એક મહિલાને માર મારતો અને પછી તેને મંદિરની બહાર ઢસડતો જોઈ શકાય…
ADVERTISEMENT
બેંગ્લોરઃ બેંગ્લોરનાં એક મંદિરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આમાં, એક મંદિરનો કાર્યકર એક મહિલાને માર મારતો અને પછી તેને મંદિરની બહાર ઢસડતો જોઈ શકાય છે. મીડિયા અહેવાલો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 21 ડિસેમ્બરની છે.
જોકે, મહિલાએ 5 જાન્યુઆરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ કહ્યું કે મંદિરમાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેને મંદિરની બહાર ઢસડવામાં આવી હતી. આ પછી પોલીસે આરોપી કર્મચારી વિરુદ્ધ આઈપીસીની કલમ 354, 323, 324, 504, 506 હેઠળ એફઆઈઆર નોંધી છે.
ભગવાન વેંકટેશ્વરની પત્ની હોવાનો દાવો કર્યો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા દાવો કરી રહી છે કે તે ભગવાન વેંકટેશ્વરની પત્ની છે. તે મૂર્તિની બાજુમાં બેસવા માંગતી હતી. પરંતુ, પૂજારીએ તેને ત્યાં બેસવા ન દીધી. જ્યારે તેણે મહિલાને મંદિરની બહાર જવા કહ્યું તો મહિલાએ પૂજારી પર થૂંક્યું હતું.
ADVERTISEMENT
સ્થાનિકોનો દાવો – મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે
આ પછી મંદિરના કર્મચારીઓએ મહિલાને માર માર્યો અને તેને મંદિરની બહાર ઢસડી દીધી હતી. સ્થાનિક લોકોનો દાવો છે કે મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે. જોકે, ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે આરોપી કર્મચારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસે બાજ નજર રાખી છે. નોંધનીય છે કે અત્યારે પોલીસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ કડક પગલા લેવાઈ શકે એવા મીડિયા અહેવાલો મળી રહ્યા છે. એકબાજુ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજીબાજુ તુક્કલોના કારણે સર્જાતી ગંભીર ઘટનાઓની પણ નોંધના પગલે આના વેચાણ સામે પણ પોલીસે લાલ આંખ કરી દીધી છે.
ADVERTISEMENT
મકર સંક્રાંતિનો તહેવાર નજીક હોવાથી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે આમ છતાં પણ બજારમા ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી પકતડની જઅને ઝુંબેશ હાથ ધરી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા અને સુરતમાં ચાઈનીઝ દોરીથી 1-1 વ્યક્તિનાં મોત થયા હતા. આ દરમિયાન અમદાવાદમાં ચાઇનીઝ દોરી સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 170 જેટલા ગેરકાયદેસર ચાઈનીઝ દોરી ના કેસ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT