સુરેન્દ્રનગરના શૂટરનો દેશની સીનીયર ટીમમાં સમાવેશ, સાયપ્રસ દેશમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યા છે. રાજ્યસરકાર અને કેન્દ્ર સરકાર બંને સ્પોર્ટ્સ ક્ષેત્રે નવી યોજનાઓ લાવી રહી છે. અને યુવાનોનું પ્રોત્સાહનમાં સતત વધારો કરી રહી છે. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના 17 વર્ષના સૌથી નાની વયના નેશનલ શૂટરે ઇન્ડિયાની સીનીયર ટીમમાં સ્થાન મેળવ્યું હતું. જે સાયપ્રસ દેશમાં ટ્રેપ મેન અને ટ્રેપ મીક્ષ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

બખ્તિયારૂદીન મલીકે વર્ષ 2017થી નેશનલ શૂટીંગ સ્પર્ધામાં ભાગ લેનારા આ ખેલાડીએ અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે વર્ષ 2022માં ઇન્ડિયન જૂનીયર મેન ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક સાથે રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

બખ્તિયારૂદીન મલીકે ઇન્ટરનેશનલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો
થોડા સમય અગાઉ ગુજરાતમાં યોજાયેલી 36મી નેશનલ ગેમ્સમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના 17 વર્ષના સૌથી નાની વયના નેશનલ શૂટર બખ્તિયારૂદીન મલીકે ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અગાઉ પણ તેને સતત ત્રણ વર્ષ માટે શૂટિંગ સ્પર્ધામાં સ્ટેટ લેવલે ત્રણ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. બખ્તિયારૂદીન મલીકે ઇન્ટરનેશનલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સિલ્વર મેડલ જીત્યો હતો.

ADVERTISEMENT

આટલા એવાર્ડ છે બખ્તિયારૂદીન મલીકના નામે
બખ્તિયારૂદીન મલીકે અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ, ઓલિમ્પિયન તથા વર્લ્ડ ચેમ્પીયન માનવજીતસિંઘ સંધુના કોંચીગ હેઠળ માત્ર 12 વર્ષની વયે ભારતના સૌથી નાની વયે રીનાઉન્ડ શૂટર બની ઇતિહાસ રચ્યો હતો.

2018માં આમસરનમાં અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 50માંથી 38ના સ્કોર સાથે સિલ્વર મેડલ મેળવ્યો
2019માં ગાંધીનગરમાં ખેલ મહાકુંભમાં 50માંથી 44ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો
2019માં ગાંધીનગરમાં 37મી ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપમાં 50માંથી 40ના સ્કોર સાથે સિનિયર અને જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
2021માં દસાડામાં 38મી ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપમાં 50માંથી 48ના સ્કોર સાથે સિનિયર અને જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
2019માં ભોપાલમાં ઇન્ડીયન જુનિયર ટીમ ટ્રાયલમાં 125માંથી 114નો સ્કોર મેળવ્યો
2021માં ન્યુ દિલ્હીમાં ઇન્ડિયન ટીમ જૂનીયરમાં 125માંથી 118નો સ્કોર અને 125માંથી 114નો સ્કોર મેળવ્યો
2021માં ન્યુ દિલ્હીમાં ઇન્ડિયન ટીમ જૂનીયરમાં 125માંથી 118નો સ્કોર મેળવ્યો
2022માં ન્યુ દિલ્હીમાં 65મી નેશનલ શૂટિંગ સ્પર્ધામાં 125માંથી 121નો ન્યુ નેશનલ જૂનિયર રેકોર્ડ નોંધાવ્યો

ADVERTISEMENT

સાયપ્રસ દેશમાં વગાડશે ડંકો
ત્યારે હવે દસાડાનો બખ્તિયારૂદીન મલીક ઇન્ડિયાની સીનીયર ટીમમાં સ્થાન મેળવ્યૂ છે. હવે  સાયપ્રસ દેશમાં ટ્રેપ મેન અને ટ્રેપ મીક્ષ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છે. વર્ષ 2017થી નેશનલ શૂટીંગ સ્પર્ધામાં ભાગ લેનારા આ ખેલાડીએ અત્યાર સુધીમાં અનેક કિર્તીમાન સ્થાપ્યા છે. સાથે તેને વર્ષ 2022માં ઇન્ડિયન જૂનીયર મેન ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક સાથે  રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT