રાજકોટમાં કોર્પોરેટરના પુત્રને નથી પોલીસનો ડર? સત્તાના નશામાં રિવોલ્વર સાથે કર્યું આ કામ
નીલેશ શીસાંગીયા, રાજકોટઃ ફેમસ થવાની ઘેલછામાં યુવાધનો નીત નવા પ્રયોગો કરતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાથમાં લઈ લેતું હોય છે. અગાઉ પણ અનેક એવા કિસ્સાઓ…
ADVERTISEMENT
નીલેશ શીસાંગીયા, રાજકોટઃ ફેમસ થવાની ઘેલછામાં યુવાધનો નીત નવા પ્રયોગો કરતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાથમાં લઈ લેતું હોય છે. અગાઉ પણ અનેક એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં યુવાનોના કાયદો વ્યવસ્થા ભંગ કરતા વીડિયો સામે આવ્યા છે. રાજકોટમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે. ભાજપના મહિલા કોર્પોરેટરનો દિકરો કારના બોનેટ પર રિવોલ્વર રાખી રોફ જમાવતો નજરે પડે છે.
રાજકોટમાં વોર્ડ નંબર 6ના ભાજપના મહિલા કોર્પોરેટર દેવુબેન જાદવના પુત્રનો કાયદા અને વ્યવસ્થાના સરેઆમ ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. તેણે રીલ્સ બનાવી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ કરી હતી. જેમાં તે કારના બોનેટ પર બેસી અને ઠાઠ-માઠ સાથે રોફ જમાવતો જોવા મળે છે. વોર્ડ નં.6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પુત્ર નિલેશ જાદવ કારના બોનેટ પર બેસીને મોબાઇલ પર વાતચીત કરતો હતો અને કમરે રિવોલ્વર ટીંગાડી રીલ્સ બનાવી હતી. એટલું જ નહીં, નેતાના પુત્રે થોકબંધ તસવીરો ખેંચાવી એને સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી. પોતાની પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં રિવોલ્વર લઇને તેની તસવીર ખેંચાવી એને વાયરલ કરવી એ ગુનો છે. પણ કદાચ તે આને ગુનો નહીં માનતો હોય એવું આગેવાનનો પુત્ર માનતો હશે.
રોફ સાથે બનાવી રીલ
રીલ્સમાં જી જે-03-એમબી-1009 નંબરની સિલ્વર કલરની કારના બોનેટ પર એક પગ વાળી અને એક પગ લાંબો કરી ઠાઠમાઠથી બેઠો હોય એમ નિલેશ જાદવ નજરે પડે છે. રીલ્સમાં અન્ય યુવાનો પણ જોવા મળે છે તેમજ રીલ્સમાં શરૂઆતમાં ‘અરે ખબર નહીં ક્યાં રૂપમાં આવીને વઇ જાય છે, હું જે કાંઈ કામ ધારું એ મારી મેલડી…મારા બોલતાં પહેલાં કરી જાય છે’ એવો અવાજ સંભળાય છે અને બાદમાં ‘જય હો મેલડી મા’નું ડાકલાં સાથે ગીત વાગે છે. વીડિયોના અંતે મેલજી માતાજીનો ફોટો પણ રાખ્યો છે. નિલેશ જે કાર પર બેઠો છે એના આગળના ભાગે ચેરમેનશ્રી માર્કેટ સમિતિ (R.M.C) લેખલી નેમપ્લેટ છે.
ADVERTISEMENT
BJP નેતાના પુત્ર સામે થશે કાર્યવાહી ?
જો કે આપને જણાવી દઈએ કે, રિવોલ્વરનો પરવાનો ભાજપ આગેવાન અને કોર્પોરેટર દેવુબેનના પતિ મનસુખભાઈ જાદવનો છે. પુત્ર નિલેશ પાસે હથિયારનો કોઈજાતનો પરવાનો જ નથી. પરંતુ થોડા દિવસ પહેલા કોર્પોરેટરના ઘપે પ્રસંગ હતો ત્યારે મનસુખ જાદવના પરવાના વાળી રિવોલ્વરથી નિલેશે તસવીરો ખેંચાવી હતી. સવાલ હવે અહીં એ છે કે, ગુનાહિત બેદરકારી દાખવનાર મનસુખ જાદવ અને તેના પુત્ર સામે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ એના પર સૌકોઈની મીટ મંડાઇ છે.
આ પણ વાંચો: ગાંધીનગરના રાયસણ BAPS સ્કૂલ નજીક સર્જાયો કારનો ગંભીર અકસ્માત, બે મિત્રોના ઘટના સ્થળે જ મોત
ADVERTISEMENT
રીલની ઘેલછાના ચોંકાવનારા કારણો
આજના યંગસ્ટર્સમાં સૌથી મોટું વ્યસન હોય તો એ રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં મૂકી ફેમસ થવાનું. આ વ્યસન તમને કેટલું ભારે પડી શકે છે એ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને 8 મહિના પહેલાં 1150 યુવાન પર એક સરવે કર્યો હતો, જેમાં ચોંકાવનારાં તારણો સામે આવ્યાં હતાં. આ સરવેમાં રીલ્સને 65%એ બીભત્સતા, 71%એ માનસિક બીમારી અને 59%એ પીડા વ્યક્ત કરવાનું માધ્યમ ગણાવ્યું હતું. રીલ્સ બનાવવાની ઘેલછા ધરાવનારી વ્યક્તિ સામાજિક અંતર વધારતી જાય છે.
ADVERTISEMENT
જાણો કોણ નામે છે રિવોલ્વર
રાજકોટ ભાજપના વોર્ડ નં-6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પુત્ર નિલેશ જાદવે કમર પર રિવોલ્વર લટકાવી વીડિયો બનાવ્યો હતો, રિવોલ્વરનું લાયસન્સ નિલેશના પિતા મનસુખ જાદવના નામે છે, જોકે રિવોલ્વરનું લાયસન્સ સ્વબચાવ માટે આપવામાં આવ્યું છે. પરંતુ અહીં તેનો પુત્ર રિવોલ્વરનો ઉપયોગ કરીને વીડિયો બનાવી રહ્યો છે, હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT