ન્યુડ વિડીયો કોલનું રોકોર્ડિંગ કરી પૈસા પડાવતી ગેંગનો માણસ ઝડપાયો, અપનાવતા હતા આ મોડેસ ઓપરેન્ડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર, જામનગર: છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડીયાના દુરુપયોગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં એવી કેટલીક ગેંગો સક્રિય થઇ છે.  જેમાં વિડીયો કોલમાં સ્ત્રી નગ્ન થઇ અને બાદમાં ફોટો વિડીયો વાઈરલ કરવાના નામે બ્લેકમેઈલ કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો હતો. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યારે પોલીસે  ન્યુડ વિડીયો કોલ કરી, કોલનુ રોકોર્ડિંગ કરી વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતી ગેંગના એક શખ્સને ઝડપી પડ્યો છે.

જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં થોડા સમય પૂર્વે એક ગુન્હો દાખલ જેમાં ફરીયાદીને અજાણ્યા ન નંબરથી વોટ્સેપમાં મેસેજ આવેલ જેમા ડીસ્પ્લે પિક્ચરમાં એક મહીલાનો ફોટો રાખી તેઓની સાથે મિત્રતા કરી વિડીયો કોલ કરી ફરીયાદી કઇ સમજે તે પહેલા છોકરી દ્વારા  કઢંગી હાલતમાં આવે છે અને આ સાથેના વીડીયો કોલનુ રેકોર્ડિંગ કરી અને યુટ્યુબ તથા અન્ય સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર વાયરલ કરવાની સતત ધમકી આપી તથા નકલી પોલીસ અધિકારી બની ન્યુડ વીડીયો કોલનુ રેકોર્ડિંગ રાખવા બાબતે ડરાવી- ધમકાવી ફરીયાદી પાસેથી રૂ.20,98,364 પડાવ્યા હતા. ત્યારે આ ગેંગના આરોપી ઇબ્રાહીમભાઇને હરીયાણાના મેવાત વિસ્તારમાંથી લોકલ પોલીસને સાથે રાખીને ઝડપી પાડવામાં આવ્યો છે.

હરિયાણા પોલીસને સાથે રાખી પાર પાડ્યું ઓપરેશન
આરોપીને પકડી પાડવા સાયબર ક્રાઈમની વિશેષ ટીમ બનાવી સતત તપાસમા હતી. આ દરમ્યાન ટેકનિકલ અનાલિસીસ કરી આરોપીનો લોકેશન સાયબર ક્રાઇમનો હબ ગણાતા હરીયાણાના મેવાત વીસ્તારનું આવતું હતું.  સાયબર ક્રાઇમ ટીમ દ્વારા હરીયાણા તપાસમાં રહી આરોપી મેસરદીન ઇબ્રાહીમભાઇના ડુંગરાળ તથા જંગલ વિસ્તારના સતત અલગ-અલગ લોકેશન આવતા હોય બાદ લોકેશન તપાસી સતત વોચમાં રહી ટેકનીકલ તથા હ્યુમન ઇંટેલીજન્સનો ઉપયોગ કરી, લોકેશન સ્થિર થતા આરોપી મેસરદીન ઇબ્રાહીમભાઇને હરીયાણાના મેવાત વિસ્તારમાંથી લોકલ પોલીસને સાથે રાખીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

ADVERTISEMENT

અપનાવતા આ મોડેસ ઓપરેન્ડી
પકડાયેલ આરોપી એક્સટોરસન કરતી ગેંગ સાથે સંપર્કમાં રહી અને પોતાની પાસે આવતા ફેંક બેંક એકાઉન્ટના માધ્યમથી એ.ટી.એમ.થી કમીશન લઇ પૈસા ઉપાડી અને અન્ય આરોપીઓને મોકલાવી આપતો હતો. આ ગેંગના સભ્યો ડમી સીમકાર્ડ તથા બેંક અકાઉંટ મેળવી અન્ય સભ્યોને આપે છે. જેમાં આરોપીઓ વોટ્સેપ પર મહીલાનો ડીસ્પ્લે પિક્ચર રાખી મિત્રતા કરે, બાદમાં મિત્રતા કરી મહીલા અચાનક વીડીયો કોલ કરી  ન્યુડ વિડીયો કોલ નુ રેકોર્ડિંગ કરે જે યુ-ટ્યુબ,અન્ય સોશ્યલમિડીયા પ્લેટફોર્મ પર વાયરલ કરવાની ધમકી આપતા હતા.  યુટ્યુબના નકલી અધીકારી બની વીડીયો વાયરલ ન કરવા માટે રૂપીયાની માંગણી કરે છે. અન્ય કોલર આરોપી CBI ના નકલી અધીકારી બની વાત કરે છે. પોતાનો ફેક ઓળખ કાર્ડ મોકલી અને વાત કરનાર મહીલાએ આત્મહત્યા કરેલ છે અને ફરિયાદ દાખલ થવાની છે એવી  રીતે ડરાવી ધમકાવી પૈસા પડાવી આરોપી સાયબર ગુનાને અંજામ આપે છે.

    follow whatsapp

    ADVERTISEMENT