રાજ્યમાં 8 થી 14 જાન્યુઆરી દરમિયાન ઉજવાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, G20 થીમ પર થશે સમગ્ર આયોજન
અમદાવાદ: કોરોના મહામારીના કારણે 2 વર્ષ બાદ ગુજરાતમાં 8 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ઉત્સવ 8 થી 14 જાન્યુઆરી સુધી…
ADVERTISEMENT
અમદાવાદ: કોરોના મહામારીના કારણે 2 વર્ષ બાદ ગુજરાતમાં 8 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ઉત્સવ 8 થી 14 જાન્યુઆરી સુધી ચાલશે. અમદાવાદની સાથે સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પણ તેનું આયોજન કરવામાં આવશે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ જી-20 થીમ પર આ ઈવેન્ટનું આયોજન કરવા જઈ રહી છે. આ સમારોહમાં જી-20 દેશોના પતંગ ઉડાવનારા લોકો તેમજ વિશ્વભરમાંથી અન્ય સ્પર્ધકો ભાગ લેશે.
આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ (IKF 2023)નું ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 8 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેશે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો થશે પ્રયાસ
કાર્યક્રમના એક દિવસ પહેલા સૂર્ય નમસ્કાર, ‘આદિત્ય વંદના’નું આયોજન કરવામાં આવશે. આ વર્ષે પતંગબાજીના શોખીન વિવિધ દેશોના લોકો એક સાથે પતંગ ઉડાવશે. આ દરમિયાન વધુમાં વધુ પતંગ ઉડાડવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ દરમિયાન, તમામ પ્રતિભાગીઓ G20 લોગો સાથે ટી-શર્ટ અને કેપ પહેરેલા જોવા મળશે.
ADVERTISEMENT
ફોટો બુથ તૈયાર કરાશે
આ વખતે ગુજરાતના આકાશમાં ભારતના G20 પ્રેસિડન્સીના લોગોના આકારમાં ખાસ પતંગો જોવા મળશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના મુલાકાતીઓ “વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર” ની થીમ સાથે G20 લોગો ધરાવતા ખાસ G20 ફોટો બૂથ પર ફોટો અને સેલ્ફી લઈ શકશે.
સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
આ ફેસ્ટિવલમાં વિશ્વભરના પતંગો અને પતંગ ઉડાવવાની પરંપરાઓનો ઇતિહાસ દર્શાવતી જગ્યા હશે. કાઈટ મેકિંગ અને ફ્લાઈંગ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. ઉત્સવ દરમિયાન, ઉપસ્થિત લોકો સાંજે ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજાણ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
G20 આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ
ભારતે ડિસેમ્બર 2022માં G20 અધ્યક્ષતા મેળવી અને G20 ને સહભાગી કાર્યક્રમ બનાવવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમનો ઉદ્દેશ્ય ભારતના લોકોમાં G20ની સમજ વધારવાનો છે. ગ્રૂપ ઓફ ટ્વેન્ટી (G20) એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે.
ADVERTISEMENT
ગુજરાતમાં G20 ની 15 બેઠકો યોજાશે
ભારત 1 ડિસેમ્બર 2022 થી 30 નવેમ્બર 2023 સુધી G20 ની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. આ દરમિયાન ભારતભરમાં 200 થી વધુ સભાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. ગુજરાતમાં આવી 15 બેઠકો યોજાવાની છે.
ADVERTISEMENT