સરકારે મન ફાવે ત્યા સુધી ટેક્સ વસુલ્યો હવે વસતી બિનકાયદેસર કઇ રીતે થઇ? સુપ્રીમ કોર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : હલદ્વાની વિવાદ પર સુપ્રીમ કોર્ટ દ્વારા હાઇકોર્ટના ચુકાદા પર રોક લગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સ્ટે આપતા કહ્યું કે, 50 હજાર લોકોને રાતોરાત ઘર વિહોણા કરી ન શકાય. જેથી હવે ઉત્તરાખંડ હાઇકોર્ટના આદેશ પર પ્રતિબંધ લાગ્યો છે. સુપ્રીમના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહી કરે. આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલાની આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે.

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં લગભગ 50 હજાર લોકોના ઘરો પર બુલડોઝર દોડવાનો ભય છે. એવો આરોપ છે કે, લગભગ 4400 પરિવારો હલ્દ્વાનીમાં રેલવેની જમીન પર દબાણ કરીને રહે છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે રેલવેને સાત દિવસમાં દબાણ હટાવવાનો આદેશ આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલામાં મહત્વની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે આ મામલે સ્ટે આપ્યો છે.

પહેલું: જો રેલ્વેની જમીન પર દબાણ હતું તો સરકાર હાઉસ ટેક્સ, વોટર ટેક્સ, વીજળી બિલ સહિતના કાયદેસર વેરા કઇ રીતે વસુલતી રહી?
બીજું: રેલ્વેની જમીન છે તો સરકારે પોતે અહીં ત્રણ સરકારી શાળા અને સરકારી હોસ્પિટલોનું નિર્માણ કઇ રીતે કરી દીધું?
ત્રીજું: જો સરકારી શાળાઓ પણ પડી ભાંગે તો વહીવટીતંત્ર હંગામી ધોરણે બાળકોને ભણાવવાનું વિચારે છે અને હજારો લોકો બેઘર બનીને ક્યાં જશે તે અંગેનું કોઇ આયોજન છે. કોઇ તૈયારી વગર વહીવટી તંત્રએ માત્ર દબાણ હટાવવાની કામગીરી આરંભી રહી છે.
4. કાયદેસર બિનકાયદેસરને કોરાણે મુકો તો પણ માનવતાના ધોરણે પણ હજારો લોકો બેઘર બની જાય તે કેટલી હદે યોગ્ય છે.

ADVERTISEMENT

દબાણ હટાવવા માટે 14 કંપની અર્ધલશ્કરી-આરપીએફની માંગણી કરવામાં આવી છે. પાંચ કંપનીના પીએસી લગાવવામાં આવ્યા છે અને જિલ્લા વહીવટીતંત્ર હવે 8મી તારીખની રાહ જોઈ રહ્યું છે. જો કે સુપ્રીમના સ્ટે બાદ સમસ્ત સરકારી મશીનરી અટકી ગઇ છે.

શું છે સમગ્ર મામલો ?
ગફૂર બસ્તી, ઢોલક બસ્તી અને ઈન્દિરા નગરની છે. જે હલ્દ્વાનીના બાનભૂલપુરાના 2.2 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. જ્યાં રેલ્વે દ્વારા રહેવાસીઓને નોટિસ ફટકારવામાં આવી છે. 82.900 થી 80.170 રેલ્વે કિમી વચ્ચેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે છે. અન્યથા દબાણ દૂર કરવામાં આવશે અને અતિક્રમણ કરનારાઓ પાસેથી જ ખર્ચ વસૂલવામાં આવશે.

ADVERTISEMENT

રેલવેના જણાવ્યા અનુસાર 2013માં ગૌલા નદીમાં ગેરકાયદે રેતી ખનનને લઈને મામલો સૌપ્રથમ કોર્ટમાં પહોંચ્યો હતો. 10 વર્ષ પહેલા તે કિસ્સામાં એવું જાણવા મળ્યું હતું કે, રેલ્વેની બાજુમાં રહેતા લોકો જ ગેરકાયદેસર રેતી ખનન સાથે સંકળાયેલા હતા. ત્યારે દાવો કરવામાં આવે છે કે, હાઈકોર્ટે રેલવેને પક્ષકાર બનાવીને વિસ્તાર ખાલી કરવા કહ્યું હતું. ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓએ સુપ્રીમ કોર્ટમાં જઈને વિરોધમાં અરજી દાખલ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT