નાણાંમંત્રીની બજેટ બેગ તો છવાઈ ગઈ, સંસ્કૃતિ, સ્થાપત્ય અને સૌર ઉર્જાને બજેટ બેગમાં મળ્યું સ્થાન
ગાંધીનગર: ગયા વર્ષે શરૂ થયેલી પ્રથા આ વર્ષે પણ નાણાં મંત્રી કનુ દેસાઇ દ્વારા શરૂ રાખવામાં આવી છે. ગયા વર્ષની વારલી પેઈન્ટિંગ સાથે શરુ થયેલી…
ADVERTISEMENT
ગાંધીનગર: ગયા વર્ષે શરૂ થયેલી પ્રથા આ વર્ષે પણ નાણાં મંત્રી કનુ દેસાઇ દ્વારા શરૂ રાખવામાં આવી છે. ગયા વર્ષની વારલી પેઈન્ટિંગ સાથે શરુ થયેલી હસ્તકલા સાથેની બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરુપે ફરી સ્થાન આપતા વારલી પેઈન્ટિંગને આ વર્ષની બજેટ પોથીની થીમ ”ખાટલી ભરત” થી ગૂંથી સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજુ કરવામાં આવ્યો.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. આજે નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. નાણામંત્રી તરીકે કનુ દેસાઈ બીજી વખત બજેટ રજૂ કર્યું. એવામાં આ વખતના બજેટની બજેટ બેગમાં હસ્તકળાને સ્થાન આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં પહેલી વખત ગુજરાત બજેટની બજેટપોથી ખાટલી ભારતકામથી ગૂંથવામાં આવી છે.
નાણામંત્રી પાસે ‘ખાટલી ભરત’ની થીમ વાળી પોથી દેખાઈ
ગુજરાત અંદાજપત્ર 2023-24ની બજેટપોથીની વિશેષતાઓ વિશે વાત કરીએ તો ગયા વર્ષની બજેટ પોથીને ફરી સ્થાન આપવામાં આવ્યું છે. ગયા વર્ષની વારલી પેઈન્ટિંગ સાથે શરુ થયેલી હસ્તકલા સાથેની બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરુપે ફરી સ્થાન આપતા વારલી પેઈન્ટિંગને આ વર્ષની બજેટ પોથીની થીમ ”ખાટલી ભરત” થી ગૂંથી સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજુ કરવામાં આવ્યો.
ADVERTISEMENT
સંસ્કૃતિ સાથે બજેટને જોડવામાં આવ્યું
બજેટમાં સમાવિષ્ટ મુખ્યક્ષેત્રોના પ્રતિકને બજેટ પોથીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નક્શામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતિક જેમ કે, કૃષિ અને પશુપાલન , ઉદ્યોગ, પાણી પૂરવઠા, ઉર્જા, આરોગ્ય , શિક્ષણ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.
ADVERTISEMENT
સૌર ઉર્જાને બજેટપોથીમાં સ્થાન અપાયું
સંસ્કૃતિ, ,સ્થાપત્ય અને સૌર ઉર્જાનો સુભગ સમન્વય એવા મોઢેરાના સૂર્યમંદિરને પણ બજેટ પોથીમાં સ્થાન આપવામાં આવ્યું છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સમાવિષ્ટ મોઢેરાના સૂર્યમંદિરનો બજેટ પોથીમાં સમાવેશ એ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. મોઢેરા દેશનું પ્રથમ 24 કલાક અને સાતેય દિવસ સૌર ઉર્જાથી ચાલતુ ગામ બન્યુ છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ તેના સન્માન સ્વરુપે બજેટ પોથીમાં મોઢેરાના સૂર્ય મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને એટલે જ ગુજરાતના વિકાસની પોથી એટલે ગુજરાત અંદાજપત્ર પોથી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT