ડુપ્લિકેટ નોટથી લોકોને ઠગનારને કોર્ટે ફટકારી 10 વર્ષની સજા, જાણો શું છે મામલો
નીતિન ગોહેલ, ભાવનગર: જિલ્લાના ગારિયાધારમાં સરકીટ હાઉસના દરવાજા નજીકથી ભાવનગર એલસીબીએ ભારતીય ચલણની રૂપિયા બે હજાર, પાંચસો, બસ્સો અને સો ના દરની ડુપ્લિકેટ નોટ સાથે…
ADVERTISEMENT
નીતિન ગોહેલ, ભાવનગર: જિલ્લાના ગારિયાધારમાં સરકીટ હાઉસના દરવાજા નજીકથી ભાવનગર એલસીબીએ ભારતીય ચલણની રૂપિયા બે હજાર, પાંચસો, બસ્સો અને સો ના દરની ડુપ્લિકેટ નોટ સાથે ગારિયાધાર પંથકના અને અમદાવાદનાં શખ્સને ઝડપી લીધા હતા. આ મામલે ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ડુપ્લિકેટ નોટના મુખ્ય સુત્રધારને દસ વર્ષની જ્યારે ગારિયાધારના મોટા ચારોડીયા ગામના શખ્સને સાત વર્ષની સજા ફટકારી હતી.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંન્ચએ પૂર્વ બાતમીના આધારે ગઈ વર્ષ 2019માં ગારિયાધાર એસ.ટી બસ સ્ટેન્ડ નજીક આવેલા સરકીટ હાઉસના દરવાજા પાસેથી ભારતીય ચલણની રૂપિયા 500 અને 200ની ડુપ્લિકેટ નોટ સાથે હસમુખ ગોરધન ઝાલાવાડીયા ને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ ડુપ્લિકેટ નોટો તેને અમદાવાદના નરોડામાં રહેતા ભુપત મધુ કોટડીયાએ આપી હોવાની કબુલાત કરી હતી.
LCB એ ચક્રો ગતિમાન કરી અમદાવાદથી મુખયસૂત્રધારને ઝડપ્યો
કરી આ મામલે એલસીબીએ ભુપત મધુ કોટડીયાની પણ ભારતીય ચલણની રૂ. બે હજાર, પાંચસો, બસ્સો અને સો ના દરની વધુ જાલી નોટ સાથે ઝડપી લઈ કુલ રૂ 69,013નો ના મુદ્દામાલ કબ્જે કરી ગારિયાધાર પોલીસ મથકમાં બંન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
10 વર્ષની સજા ફટકારવામાં આવી
આ મામલે ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં લેખીત અને મૌખિક પૂરાવાઓના આધારે ન્યાયમૂર્તિ એલ.એસ.પીરજાદાએ આરોપી ભુપત મધુ કોટડીયા અને હસમુખ ગોરધન ઝાલાવાડીયા સજા ફટકારવામાં આવી હતી. જેમાં ભુપત મધુ કોટડીયાને 10 વર્ષની સજા અને રૂપિયા 80 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે હસમુખ ગોરધન ઝાલાવાડીયાને સાત વર્ષની સજા અને રૂપિયા 20 હજારનો દંડ ફટકાર્યો હતો.
ADVERTISEMENT