કેન્દ્ર સરકારે ફરી કેટલીક Youtube ચેનલ પર ફેરવ્યું ઝાડુ, ફેક ન્યુઝનો કરાતો હતો ફેલાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ફરી એકવાર Youtube ચેનલ્સ પર ઝાડુ ફેરવ્યું છે. કેટલીક Youtube ચેનલને સરકારે બંધ કરી છે. ફેક સમાચારો ફેલાવીને લોકોને ભ્રમિત કરતી 6 Youtube ચેનલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ કાર્યવાહી કરી છે.

કેન્દ્ર સરકારે બેન કરેલી 6 Youtube ચેનલ્સ પર ફેક ન્યુઝ ફેલાવવાનો આરોપ છે. આપને જણાવી દઈએ કે, આ તમામ ચેનલો બંધ થઈ છે તે સમાચારો આપતી ચેનલો હતી. વર્ષ 2022માં પણ સરકારે 22 Youtube ચેનલને બંધ કરી હતી. સૂચના અને પ્રસારણ મંત્રાલયની તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ ચેનલો દર્શકોને ખોટા સમાચાર આપીને ભ્રમિત કરવાનુ કામ કરી રહી હતી.

PIBની ફેક્ટ ચેક ટીમે કર્યું વીડિયોનું પોસ્ટમોર્ટમ
સરકારે અગાઉ પણ કહ્યું હતું કે Youtube પરથી વિવિધ લોકકલ્યાણકારી બાબતોના બદલે ખોટા અને સનસનીખેજ દાવા કરવા તથા ફેક ન્યુઝનો ભ્રામક પ્રચાર કરનારી ચેનલો બંધ કરવામાં આવશે. બાદમાં PIBની ફેક્ટ ચેક યુનિટે ત્રણ ચેનલોને ફેક ન્યુઝ આપતી જાહેર કરી હતી. જેમાં એક મોટી મીડિયા ચેનલના નામે ચાલતી ફેક ચેનલનું નામ પણ સામેલ હતું . આપને જણાવી દઈએ કે PIBની ફેક્ટ ચેક ટીમે ફેક ન્યુઝથી તગડી કમાણી કરતી 6 ચેનલોના 100થી વધારે વીડિયો નું પોસ્ટમોર્ટમ કરી ફેક્ટ ચેક કર્યું હતું. જેની તપાસમાં સામે આવ્યું હતુ કે આવી ચેનલો મોટા મીડિયા હાઉસના ફેમસ એન્કરોના ફોટા થમ્બનેલમાં લગાવી અને ખોટા સમાચાર આપીને લોકોમાં ભ્રમ ઉભો કરી રહી હતી.

ADVERTISEMENT

આ Youtube ચેનલોને બંધ કરાઈ
Nation TV સબસ્ક્રાઈબર 5.57 લાખ
Samvaad TV સબસ્ક્રાઈબર 10.9 લાખ
Sarokar Bharat સબસ્ક્રાઈબર 21.1 હજાર
Nation 24 સબસ્ક્રાઈબર 25.4 હજાર
Swarnim Bharat સબસ્ક્રાઈબર 6.07 હજાર
Samvaad Samachar સબસ્ક્રાઈબર 3.84 લાખ

ADVERTISEMENT

અગાઉ પણ 22 ચેનલો પર બોલી હતી તવાઈ
 સરકારે આ પહેલા પણ એપ્રિલ 2021માં 22 ફેક Youtube ચેનલસને બેન કરી હતી. જેમાં 18 ભારતીય અને 4 પાકિસ્તાની Youtube ચેનલ પણ સામેલ હતી. આ ફેક ચેનલોએ ખોટા સમાચારો આપીને 50 કરોડથી વધારે વ્યૂઝ પ્રાપ્ત કર્યા હતા. 20 લાખથી વધારે સબસ્ક્રાઈબર્સ વાળી આ ચેનલો પોતાના વીડિયોમાં દેશના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને ચૂંટણી પંચ સંબંધિત ખોટી માહિતીનો ફેલાવો કરતી હતી. આ કાર્યવાહી સૂચના અને પ્રોદ્યૌગિકી અધિનિયમ 2000ની ધારા 69 અંતર્ગત કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT