BJP 2024ની ચૂંટણી જેપી નડ્ડાના નેતૃત્વમાં લડાશે, અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રીય કાર્યકારિણીએ આજે ​​જેપી નડ્ડા માટે પ્રસ્તાવ મૂક્યો છે. રાજનાથ સિંહે આ પ્રસ્તાવ રાખ્યો છે. ભાજપના તમામ સભ્યોએ તેનો સ્વીકાર કર્યો છે. ભાજપ અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. 2024ની લોકસભાની ચૂંટણી જેપી નડ્ડાના નેતૃત્વ હેઠળ લડાશે.

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીની રણનીતિ પર અલગ-અલગ ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, કર્ણાટક, મિઝોરમ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આમાંના મોટાભાગના રાજ્યોમાં ભાજપ અથવા તેના સહયોગીઓનું શાસન છે.

2019 કરતાં 2024માં વધુ બેઠક મેળવશે?
અમિત શાહે  જણાવ્યું હતું કે જેપી નડ્ડા સાથે પીએમ મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભા ચૂંટણી વધુ સારી રીતે થશે. વર્ષે 2019 કરતાં વધુ બેઠકો જીતશે. જેપી નડ્ડાએ અમિત શાહ પાસેથી પાર્ટીની કમાન સંભાળી હતી. જ્યારે પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે બીજી વખત સરકાર બનાવી હતી.  ત્યારે અમિત શાહને કેન્દ્રની રાજનીતિમાં લાવવામાં આવ્યા હતા. તેમને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ સમયે જેપી નડ્ડાને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

આ વર્ષે 9 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી 
આ વર્ષે  2023 માં 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને આ ચૂંટણીઓ સામાન્ય ચૂંટણીઓ વિશે રાજકીય ધારણા બનાવવામાં ભૂમિકા ભજવે છે. જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, કર્ણાટકમાં પાર્ટીનું પ્રદર્શન લોકસભાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ભાજપ  પાસે હાલમાં આ રાજ્યોમાં 93માંથી 87 બેઠકો છે. આવતા વર્ષે 2024માં વડાપ્રધાન મોદી ત્રીજી વખત દેશની જનતા પાસેથી જનમત માંગશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT