BJP સાંસદે ગુજરાતની સરકારી હોસ્પિ.ના વખાણ કર્યા, આરોગ્ય મંત્રીની સારવાર વિશે પૂછતા શું બોલ્યા?
અમદાવાદ: હાલમાં જ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને કિડનીના દુઃખાવાની ફરિયાદ ઉઠતા અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં તેઓ દાખલ થયા હતા.ખુદ આરોગ્ય મંત્રી જ સરકારી નહીં પરંતુ…
ADVERTISEMENT
અમદાવાદ: હાલમાં જ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને કિડનીના દુઃખાવાની ફરિયાદ ઉઠતા અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં તેઓ દાખલ થયા હતા.ખુદ આરોગ્ય મંત્રી જ સરકારી નહીં પરંતુ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચતા ખૂબ ચર્ચા થઈ હતી. ત્યારે આ મામલે ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય યુવા મોરચા પ્રમુખ તેજસ્વી સૂર્યાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
ભાજપના તેજસ્વી સૂર્યાએ સરકારી હોસ્પિટલોના વખાણ કર્યા
અમદાવાદમાં નવનિર્મિત કિડની હોસ્પિટલની મુલાકાતે આવેલા તેજસ્વી સૂર્યાએ ગુજરાતમાં આરોગ્ય સેવાના વખાણ કર્યા હતા. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે, જો સરકારી હોસ્પિટલમાં વિશ્વ સ્તરની સુવિધા મળે છે તો પછી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા કેમ ગયા? જોકે આ પ્રશ્નના જવાબમાં તેજસ્વી સૂર્યાએ કહ્યું કે, આ તેમનો વ્યક્તિગત મામલો છે. તેમને વધારે સારી સારવારની જરૂર હશે એટલે તેઓ પ્રાઈવેટ હોસ્પિટલમાં ગયા હોઈ શકે.
ADVERTISEMENT
ઋષિકેશ પટેલને પથરીનો દુઃખાવો થતા હોસ્પિટલમાં એડમિટ થયા હતા
નોંધનીય છે કે, છેલ્લા એક મહિનાથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને દુઃખાવો રહેતો હતો, શુક્રવારે અચાનક તેમને વધારે પડતો દુઃખાવો થયો હતો. ત્યારે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં ખબર પડી કે તેમને પથરી છે. વિધાનસભાનું સત્ર હતું ત્યારે પણ તેમને દુઃખાવો થયો હતો અને દર થોડી થોડી વખતે બાથરુમ જવું પડતું હતું. 30 ડિસેમ્બરે અમદાવાદના એસજી હાઈવે પરની લક્ઝૂરિયસ એવી કે ડી હોસ્પિટલમાં તેમણે ઓપરેશન કરાવ્યું હતું.
આ પણ વાંચો: વિપક્ષના નેતા મુદ્દે ગુજરાત કોંગ્રેસનું કોકડું હજુ કેમ ગુચવાયેલું ?
ADVERTISEMENT
અગાઉ પણ મંત્રીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી
ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રીએ સરકારી હોસ્પિટલને બદલે ખાનગી લક્ઝૂરિયસ હોસ્પિટલમાં સારવાર લેતા ઘણા સવાલો ઊભા થયા છે. જોકે પોતાના અંગત વીમાને પગલે તેમણે કે ડી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું છે, તેમણે ધારાસભ્ય તરીકે તેમને સરકારમાંથી એકપણ વખત સારવાર લીધાનો ક્લેમ કર્યો નથી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આરોગ્યમંત્રી નીતિન પટેલે પણ ઢીંચણનું ઓપરેશન મુંબઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં જ કરાવ્યું હતું. રૂપાણી સરકાર વખતે ગૃહ પ્રધાન રહી ચુકેલા પ્રદીપસિંહ જાડેજાએ પણ જેતે સમયે પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાની બિમારીની સારવાર કરાવી હતી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT