ટીમ ઈન્ડિયા સાથે ફરી દગો થયો! બપોરે ટેસ્ટમાં નં.1 ટીમ સાંજ થતા ફરી બીજા નંબરે આવી ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ICC ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર નંબર-2 પર આવી ગઈ છે. બુધવારે (15 ફેબ્રુઆરી) બપોરે 1.30 વાગ્યે ટીમ ઈન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર હતી. પરંતુ સાંજ સુધીમાં તે નંબર-2 પર આવી ગઈ. ઓસ્ટ્રેલિયાની ટીમ હવે ફરી નંબર-1 પર આવી ગઈ છે. ગત મહિને પણ ICCની વેબસાઈટે ટેક્નિકલ ખામીને કારણે કદાચ ટેસ્ટ રેન્કિંગમાં ભારતને નંબર-1 જાહેર કર્યું હતું, પરંતુ તે સમયે પણ ટીમ ઈન્ડિયા થોડા કલાકો બાદ બીજા નંબર પર આવી ગઈ હતી.

બપોરે 111 પોઈન્ટ ધરાવતી ઓસ્ટ્રેલિયાને સાંજ પડતા 126 પોઈન્ટ થઈ ગયા
જ્યારે બુધવારે ICCની વેબસાઈટ પર ( 15 ફેબ્રુઆરી) બપોરે જ્યારે રેન્કિંગ અપડેટ કરવામાં આવ્યું ત્યારે ટીમ ઈન્ડિયાના 115 રેટિંગ પોઈન્ટ દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયા 111 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-2 પર હતું. પરંતુ સાંજ સુધીમાં આ પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ. હવે ઓસ્ટ્રેલિયા 126 પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વ નંબર 1 બની ગયું છે.જ્યારે ભારત 115 પોઈન્ટ સાથે બીજા નંબર પર આવી ગયું છે. હવે ભારતીય ટીમે ટેસ્ટ રેન્કિંગમાં ફરીથી નંબર-1 બનવા માટે રાહ જોવી પડશે.

આ પણ વાંચો: વૈજ્ઞાનિકોની ભારતમાં ધરતીકંપ અંગે ભયાનક આગાહી, કચ્છ કરતા મોટો હશે વિસ્તાર

ADVERTISEMENT

ટીમ ઈન્ડિયા 3 વખત ટેસ્ટમાં નં.1 બની ચૂકી છે
ટીમ ઈન્ડિયા આ પહેલા ત્રણ વખત નંબર-1 બની છે. 1973માં તે પ્રથમ વખત ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બની હતી. લાંબા સમય બાદ વર્ષ 2009માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. આ પછી વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા વર્ષ 2016માં ટોચ પર પહોંચી અને ચાર વર્ષ સુધી નંબર-1 રહી ચૂકી છે. ભારત હાલમાં ODI અને T20માં નંબર-1 છે. જ્યારે બપોરે રેન્કિંગ અપડેટ કરવામાં આવ્યું, ત્યારે ભારતીય ચાહકો ખૂબ જ ખુશ હતા કારણ કે પ્રથમ વખત ભારત ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બન્યું હતું. પરંતુ ચાહકોની આ ઈચ્છા હાલમાં અધૂરી રહી ગઈ.

દિલ્હી ટેસ્ટ જીતીને ભારત બની શકે ટેસ્ટમાં નં.1
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમે એક સાથે ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બનવાનું સ્થાન હાંસલ કર્યું છે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે દિલ્હી ટેસ્ટ જીતે છે તો તે ટેસ્ટમાં નંબર-1 પર આવી શકે છે. આ મેચ જીતીને ભારત ટેસ્ટમાં નંબર-1 બની શકે છે. આવી સ્થિતિમાં ભારતના 121 પોઈન્ટ હશે અને ઓસ્ટ્રેલિયાના 120 પોઈન્ટ હશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં ટેસ્ટ મેચ રમાવાની છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ODI અને T20 ફોર્મેટમાં અનુક્રમે 114 પોઈન્ટ અને 267 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-1 પર છે. ત્યારે, ઓસ્ટ્રેલિયા 112 પોઈન્ટ સાથે ODI રેન્કિંગમાં નંબર-2 ટીમ છે. ગત વર્ષે T20 વર્લ્ડ કપ જીતનાર ઈંગ્લિશ ટીમ સૌથી ટૂંકા ફોર્મેટની રેન્કિંગમાં બીજા સ્થાને છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT