50 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે ‘તારક મહેતા’, જાણો કોણ છે તેમની ભાવિ પત્ની

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક સેલેબ્સ લગ્ન કરીને તેમના નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે. તાજેતરમાં કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા, આથિયા શેટ્ટી-કેએલ રાહુલ અને શિવાલેકા ઓબેરોય-અભિષેક પાઠકના લગ્ન થયા. આ લિસ્ટમાં વધુ એક અભિનેતાનું નામ સામેલ થઈ રહ્યું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લેખક ‘તારક મહેતા’નું પાત્ર ભજવનાર સચિન શ્રોફ પણ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.

સચિન શ્રોફ બીજી વાર કરશે લગ્ન
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સચિન શ્રોફ 25 ફેબ્રુઆરી 2023ના રોજ મુંબઈમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. E-Times ના અહેવાલ મુજબ, સચિન શ્રોફના પરિવારે દુલ્હનની ઓળખ ગુપ્ત રાખી છે. આ એરેન્જ્ડ મેરેજ છે. જો કે અભિનેતાના લગ્નને લઈને સચિન શ્રોફ કે તેના પરિવાર તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી.

કોણ હશે સચિન શ્રોફની ભાવિ પત્ની
જો અહેવાલોનું માનીએ તો, તે તેની બહેનની મિત્ર સાથે લગ્ન કરી રહ્યો છે. અભિનેતા તેની દુલ્હનને ઘણા વર્ષોથી ઓળખે છે. સચિન શ્રોફ તેની બહેનના મિત્ર સાથે સાત ફેરા લેશે. સચિન શ્રોફની દુલ્હન ગ્લેમર વર્લ્ડની નથી. તે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર અને ઈન્ટીરીયર ડીઝાઈનર છે.

ADVERTISEMENT

અભિનેત્રી જુહી પરમાર સાથે કર્યા હતા પહેલા લગ્ન
સચિન શ્રોફના પહેલા લગ્ન અભિનેત્રી જુહી પરમાર સાથે થયા હતા. આ કપલે 15 ફેબ્રુઆરી 2009ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો પછી આ કપલ માતા-પિતા બન્યું હતું. બંનેને એક દીકરી છે જેનું નામ સમાયરા છે. જોકે લગ્નના લગભગ નવ વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. બંને વર્ષ 2018માં અલગ થયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT