સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ એટેક, એન્જિયોપ્લાસ્ટી અંગે માહિતી આપી

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઇ : સુષ્મિતા સેને ખુલાસો કર્યો છે કે, તેમને હાલમાં જ એક હાર્ટએટેક આવ્યો હતો. ત્યાર બાદ એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. હવે તેની તબિયત સારી છે. સુષ્મિતાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, તમારા હાર્ટને હંમેશા ખુશ અને સ્ટ્રોંગ રાખો. કારણ કે જ્યારે તમને તેની સૌથી વધારે જરૂર હશે તે તમારી સાથે ઉભુ હશે. મને થોડા દિવસો પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. એન્જિયોપ્લાસ્ટી થઇ ચુકી છે. સ્ટેંટ લગાવાયું છે.

ડોક્ટર્સે પણ સ્વિકાર્યું કે મારૂ હૃદય ખુબ જ મજબુત છે
મારા ડોક્ટર્સે કહ્યું કે, મારૂ હૃદય ખુબ જ મજબુત છે. તે તમામ લોકોનો હૃદયથી આભાર, જેમણે સમયે મદદ કરી અને જરૂરી પગલા ઉઠાવ્યા છે. હું તેમને ખુશખબરી આપવા માંગુ છું કે હું હવે સંપુર્ણ સ્વસ્થ છું અને ફરી નવું જીવન જીવવા તૈયાર છું. સુષ્મિતા સેન 47 વર્ષની છે. તે હંમેશા ફીટ રહે છે. તે બોલિવુડની સૌથી ફિટ અભિનેત્રીમાંથી એક છે. સોશિયલ મીડિયા પર ફિટનેસના વીડિયો પણ શેર કરતા રહે છે. સુષ્મિતાના ફેન્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો તેમને દુઆઓ આપી રહ્યા છે.

ADVERTISEMENT

1994 માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો
1994 માં જ્યારે સુષ્મિતા સેને મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ તેની સામે ફિલ્મ ઓફર્સની લાઇન લાગી ગઇ છે. મોટા મોટા ડાયરેક્ટર – પ્રોડ્યુસર સુષ્મિતાને પોતાની ફિલ્મથી ડેબ્યુ કરવા માંગતા હતા. ત્યારે સુષ્મિતાએ તે સમયે સૌથી સફળ ડાયરેક્ટરમાંથી એક મહેશ ભટ્ટની ફિલ્મ સાઇન કરી. ફિલ્મનું નામ હતું દસ્તક. આ એક બ્યુટી ક્વીનના માથા ફરેલા આશિકની કહાની છે. અહીંથી સુષ્મિતાની ફિલ્મની શરૂઆત થઇ હતી.

2010 થી ફિલ્મોથી અંતર કર્યું અને OTT થી પરત ફર્યા
સુષ્મિતાની અંતિમ ફિલ્મ 2010 માં આવેલી દુલ્હા મિલ ગયા હતી. ત્યાર બાદ સુષ્મિતાએ ફિલ્મોથી એક તરફથી અંતર રાખ્યું હતું. પોતાનો મોટા ભાગનો સમય તે પોતાની પુત્રીઓને આપતી રહેતી હતી. ત્યાર બાદ 2020 માં આવેલી વેબસીરીઝ આ્યાથી સુષ્મિતાએ એક્ટિંગના વિશ્વમાં પરત ફર્યા હતા. 2021 માં આ વેબ સીરીઝની બીજી સીઝન આર્યા-2 પણ આવ્યું. હવે આર્યા 3 ફ્લોર પર છે, જ્યારે તેની ત્રીજી સિઝન પણ આવી જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT