સુરતમાં રાત્રે અઢી વાગ્યે બ્રિજ પર આપઘાત કરવા પહોંચ્યા આધેડ, સતર્ક પોલીસે નીચે જાળી પકડીને બચાવી લીધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં પોલીસ મથક પાસેના બ્રીજ પાસે અડધી રાતે એક આધેડ બ્રીજ પર ચડીને આપઘાતનો પ્રયાસ કરતા હતા. જો કે ત્યાં હાજર પોલીસકર્મીઓની નજર પડતા જ નજીકમાં આવેલા ફાયર સ્ટેશનથી જાળીઓ તેમજ ફાયરના અધિકારીઓને બોલાવી લીધા હતા. બીજી તરફ પોલીસકર્મીઓ બ્રીજ નીચે નેટની જાળી પકડીને ઉભા રહ્યા હતા અને આધેડ કુદતા તેને બચાવી લીધા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

અડધી રાત્રે બ્રીજ પર આપઘાત કરવા પહોંચ્યા આધેડ
સુરતના કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમ્યાન રાત્રીના અઢીથી ત્રણ વાગ્યાના દરમ્યાન પોલીસકર્મીઓ પેટ્રોલિંગ કરીને પોલીસ મથકે આવ્યા હતા. ત્યારે કાપોદ્રા પોલીસ મથક પાસે આવેલા બ્રીજ પર એક આધેડ બ્રીજ પર ચડીને આપઘાતનો પ્રયાસ કરતો હતો. પોલીસકર્મીઓનું ધ્યાન જતા જ ત્યાં દોડી ગયા હતા અને બીજી તરફ આધેડને સમજાવી નીચે ઉતારવાનો પ્રયાસ કરતા હતા. દરમ્યાન કાપોદ્રા પોલીસ મથકની બાજુમાં આવેલા ફાયર સ્ટેશનથી ફાયરના અધિકારીઓને નેટની જાળી લઈને બોલાવી લીધા હતા. એક તરફ પોલીસકર્મીઓ આધેડને બ્રીજ પરથી આપઘાતનો પ્રયાસ ના કરવા સમજાવી રહ્યા હતા તો અન્ય પોલીસકર્મીઓ બ્રીજની નીચે નેટની જાળી પકડીને ઉભા હતા. આ દરમ્યાન 50 વર્ષીય આધેડ બ્રીજ પરથી કુદ્યો હતો. જે પોલીસકર્મીઓએ નેટમાં પડ્યો હતો. સદનસીબે તેનો જીવ બચી ગયો હતો પરંતુ તેને માથામાં થોડીક ઈજાઓ થતા તે બેભાન જેવો થઇ ગયો હતો.

આ પણ વાંચો: અંબાજી મંદિરમાં ધરણા, પ્રદર્શન, રેલી પર પ્રતિબંધઃ ગેટ પર લાગી ગઈ આવી નોટિસ

ADVERTISEMENT

નેટમાં પડીને બેભાન થઈ જતા સારવાર માટે ખસેડાયા
આ બનાવ અંગેની જાણ 108ની ટીમને પણ કરવામાં આવી હતી. જેથી 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. વધુમાં આધેડની તપાસ કરતા તેની પાસેથી કોઈ આધાર-પુરાવા મળી આવ્યા ન હતા, જેથી તેની ઓળખ થઇ શકી ન હતી. બીજી તરફ તે આપઘાતનો પ્રયાસ કેમ કરતો હતો અને તેનું નામ શું અને ક્યાં રહેતો હતો તે જાણી શકાયું ન હતું. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓનો રેસ્ક્યુનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓ બ્રીજની નીચે નેટ પકડીને ઉભા છે જ્યારે આધેડ બ્રીજ પર લટકી રહ્યો હતો. જયારે પોલીસકર્મીઓ તેને આવું પગલું ન ભરવા પણ સમજાવી રહ્યા છે તેમ છતાં આધેડ માન્યા ન હતા જોકે પોલીસની સતર્કતાથી મધ રાત્રે પણ આધેડનો જીવ બચી જવા પામ્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT