સુરતમાં હિટ એન્ડ રનનો ધ્રૂજાવી નાખે તેવો બનાવ, બાઈકને ટક્કર મારી કાર ચાલકે યુવકને 12 કિમી સુધી ઢસડ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: સુરતમાં દિલ્હીમાં થયેલી હિટ એન્ડ રનની ઘટના જેવો મામલો સામે આવ્યો છે. જેમાં બાઈકને ટક્કર મારીને કાર ચાલકે યુવકને 12 કિલોમીટર સુધી ઢસડ્તા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાના બે દિવસ બાદ અકસ્માત સ્થળેથી 12 કિ.મી દૂર યુવકનો ક્ષતવિક્ષત થયેલો મૃતદેહ મળી આવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: બુટલેગરે કારની સીટમાં ચોરખાનું બનાવ્યું, એક બાદ એક દારૂની બોટલો નીકળતી જોઈ પોલીસ ચોંકી ગઈ

કાર ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી
ઘટનાની વિગતો મુજબ, સુરતના લિંબાયત નીલગીરી સર્કલ પાસે રહેતા 24 વર્ષના સાગર પાટીલ તથા તેમના પત્ની અશ્વિની પાટીલ બાઈક પર બગુમરા ગામેથી સુરત જઈ પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રે 10 વાગ્યે પલાસણા તાલુકાના તાંતિથૈયા ગામની સીમમાં પાછળથી કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ સાગરના પત્ની રોડ પર પડ્યા, જ્યારે તેમનું શરીર કારની બોડીમાં ફસાઈ ગયું હતું. હિટ એન્ડ રન સર્જનારા કાર ચાલકે 12 કિલોમીટર સુધી સાગરને ઢસડ્યો હતો. જ્યારે સાગરના પત્નીની હોસ્પિટલમાં હજુ પણ સારવાર ચાલી રહી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: જનેતાએ જીવ લીધો: 3 સંતાનોના કારણે સરકારી નોકરી જવાના ડરે મા-બાપે 5 માસની દીકરીને નહેરમાં ફેંકી દીધી

બે દિવસ બાદ મળ્યો યુવકનો મૃતદેહ
સમગ્ર ઘટના બન્યાના બે દિવસ બાદ સાગરનો મૃતદેહ ભયાનક સ્થિતિમાં અકસ્માતથી 12 કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. હાલમાં સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આસપાસ કોઈ કેમેરા ન હોવાથી કાર ચાલકની ભાળી મળતી નહોતી. જોકે સ્થાનિક દ્વારા કારના નંબર સાથેનો વીડિયો આપવામાં આવતા પોલીસ કાર ચાલકના ઘર સુધી પહોંચી હતી, જ્યાં તે ફરાર હોવાનું સામે આવ્યું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT