સુરતમાં પરિવાર પ્રસંગમાં ગયો અને શિક્ષકે ઘરે આપઘાત કરી લીધો, બે દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
સુરત: શહેરના અલથાણ વિસ્તારમાં શિક્ષકે જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પત્ની અને પરિવાર કોઈ પ્રસંગમાં બહાર ગયો ત્યારે ઘરમાં એકલા રહેલા શિક્ષકે…
ADVERTISEMENT
સુરત: શહેરના અલથાણ વિસ્તારમાં શિક્ષકે જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પત્ની અને પરિવાર કોઈ પ્રસંગમાં બહાર ગયો ત્યારે ઘરમાં એકલા રહેલા શિક્ષકે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. જોકે હજુ સુધી શિક્ષકના આપઘાતનું કારણ અકબંધ છે. અચાનક શિક્ષકના આપઘાતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
42 વર્ષના શિક્ષક વરાછાની સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા હતા
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુરતના અલથાણ વિસ્તારમાં 42 વર્ષના નીતિન પટેલ સરકારી શાળામાં શિક્ષક છે. નીતિનભાઈનો પરિવાર કોઈ પ્રસંગમાં બહાર ગયો આ દરમિયાન તેમણે ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. તેઓ વરાછાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને સંતાનમાં બે દીકરીઓ હતી. ત્યારે અચાનક આ રીતે શિક્ષકે જીવન ટૂંકાવી લેતા બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવવી પડી છે.
ADVERTISEMENT
પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ આદરી
શિક્ષકના આપઘાતની મામલે જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં તો શિક્ષકના આપઘાત કરવા પાછળનું કારણ જાણવામાં પોલીસ લાગી છે. શિક્ષકે કયા કારણોથી આ પ્રકારનું અંતિમ પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT