અનિલ દેશમુખ કેસમાં CBIને આંચકો: દેશમુખની રાહત અકબંધ!

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ ઉચાપતના આરોપી મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને સુપ્રીમ કોર્ટે આપેલી રાહત યથાવત રહેશે. CBIની અરજી સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી! ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટીસ વી રામાસુબ્રમણિયન તથા જે બી પારડીવાલાની બેન્ચ દ્વારા આ અરજી ફગાવવામાં આવી છે કે જેમાં સીબીઆઈ બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારી રહી હતી.

100 કરોડથી વધુની ઉચાપતનો કેસ
રાજનેતાઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી રૂ. 100 કરોડથી વધુની ઉચાપત કરવાના આરોપમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને આપવામાં આવેલા જામીન સામે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સાથે જ સીબીઆઈની અરજીને ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે દેશમુખ સામે આ એક ગુનામાં બે તપાસ ચાલી રહી છે જેમાં એક સીબીઆઈમાં છે જ્યારે બીજી તપાસ ઈડી કરી રહી છે.

કોર્ટે CBIને જામીન આદેશ સામે અપીલ કરવા સમય આપ્યો હતો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પીએમએલએ કેસમાં પણ જામીન આપી ચૂક્યા છીએ. સીબીઆઈએ બોમ્બે હાઈકોર્ટ દ્વારા અનિલ દેશમુખને આપવામાં આવેલા જામીન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. 12 ડિસેમ્બરે બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખને એક લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. આ સાથે હાઈકોર્ટે સીબીઆઈને જામીનના આદેશ સામે અપીલ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT