શિક્ષાના ધામમાં અંધશ્રદ્ધા: ‘ભૂતનો પડછાયો છે’ કહીને ભૂવાએ સ્કૂલમાં 140 વિદ્યાર્થિનીઓ પર વિધિ કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

બારડોલી: સુરત જિલ્લાના બારડોલી તાલુકાની એક આશ્રમશાળામાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં આશ્રમશાળાની વિદ્યાર્થિની બિમાર પડતા તેને હોસ્પિટલ લઈ જવાના બદલે આચાર્યએ ભૂવાને બોલાવ્યો હતો. જે બાદ ભૂવાએ વિદ્યાર્થિની પર વિધિ કરી અને તેની સાથે ત્યાં રહેતી અન્ય 140 જેટલી વિદ્યાર્થિનીઓ પર પીછી નાંખીને તેમના હાથમાં પણ દોરા બાંધ્યા હતા.

આશ્રમશાળામાં 140 વિદ્યાર્થિની અભ્યાસ કરે છે
બોરડોલીના મઢી ગામમાં આવેલી આશ્રમશાળામાં ધોરણ 9થી 12ની લગભગ 140 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે અને પ્રાંગણમાં જ આવેલી આશ્રમ શાળામાં જ રહે છે. થોડા દિવસો અગાઉ એક વિદ્યાર્થિનીને રાત્રે કંઈ તકલીફ થતા તે બૂમા પાડીને ધમાલ કરવા લાગી હતી. જે જોઈને તેની સાથે રૂમમાં રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ પણ ગભરાઈ ગઈ હતી. જ્યારે આશ્રમની ગૃહમાતાને સમગ્ર વાતની જાણ થઈ તો તેમણે પીડિતાને સારવાર માટે દવાખાને લઈ જવાના બદલે નજીકના ગામમાંથી એક ભૂવાને બોલાવ્યો હતો.

આ પણ વાંચો: સરકારે સ્વીકાર્યું: અદાણીને વગર ટેન્ડરે 14 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો, કામ કર્યા વિના જ 8 લાખ ચૂકવાયા

ADVERTISEMENT

‘ભૂતનો પડછાયો છે’ કહી ભૂવાએ કરી વિધિ
ગૃહમાતાએ જ્યારે સમગ્ર ઘટના ભૂવાને કહી તો તેણે વિદ્યાર્થિની પર ભૂતનો પડછાયો હોવાનો કહ્યું હતું. આટલું જ નહીં તેણે પીંછી વિધિ કરવાનું કહ્યું. જે બાદ આ વિદ્યાર્થિની પર પીંછી નાખીને વિધિ કરાઈ અને દોરા બાંધવામાં આવ્યા હતા. આટલું જ નહીં આશ્રમશાળામાં રહેતી તમામ 140 વિદ્યાર્થિનીઓ પર ભૂવાએ પીંછી ફેરવી હતી અને તમામના હાથમાં લાલ દોરા બાંધ્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT