Video: ફરી એકવાર વાનખેડેમાં થઈ હાર્દિક પંડયાની હુટિંગ, કોહલીના એક ઈશારે બધાનું દિલ જીત્યું

ADVERTISEMENT

આ બાબતથી વિરાટ કોહલી ખૂબ જ નિરાશ થયો
MI vs RCB
social share
google news

IPL 2024 MI vs RCB: IPL 2024 ની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાય હતી.આ મેચમાં મુંબઈને 197 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ મેચમાં કિંગ કોહલીએ ફરી એકવાર લોકોનું દિલ જીત્યું હતું.

આ પણ વાંચો:- ક્રિકેટ રમવા કેનેડા જવાની તૈયારીમાં હતો Jasprit Bumrah... પત્ની સામે કર્યો ખુલાસો, જુઓ VIDEO

આ બાબતથી વિરાટ કોહલી ખૂબ જ નિરાશ થયો

ગઇકાલના મેચમાં  મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની એક વખત ફરી વાનખેડે સ્ટેડિયમમાં હૂટિંગ થઈ હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ એવું કર્યું કે લોકો તેને ખૂબ વખાણી રહ્યા છે અને આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  વાનખેડે સ્ટેડિયમમાં હૂટિંગ કરી રહેલા લોકોને વિરાટ કોહલીએ ચુપ કરાવી દીધા હતા. હાર્દિક પંડ્યા બેટિંગ કરવા માટે ક્રીઝ પર ઉતર્યા ત્યારે વાનખેડે સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તેમની હૂટિંગ શરૂ કર્યું હતું. ત્યારે આ બાબતથી વિરાટ કોહલી ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા. 


કોહલીએ  હાર્દિક પંડ્યાને ગળે લગાવ્યો 

શરૂ મેચ દરમિયાન હૂટિંગ કરતાં દર્શકો સામે વિરાટ કોહલીએ દર્શકોને ઈશારો કર્યો અને હાર્દિક પંડ્યાનું પ્રોત્સાહન વધારવાની વાત કહી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મેચ બાદ કિંગ કોહલીએ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ ગળે લગાવ્યો હતો.

ADVERTISEMENT

 
 

    follow whatsapp

    ADVERTISEMENT