Virat Kohli નો આ VIDEO જોઈ પેટ પકડીને હસવું આવશે! ડ્રેસિંગ રૂમમાં સિરાજને એવું તો શું કહ્યું

ADVERTISEMENT

જુઓ સિરાજે શું કહ્યું?
RCB Post Match Dressing Room Chat
social share
google news

RCB vs DC: Post Match Dressing Room Chat: IPL 2024 સીઝનમાં ઘરઆંગણે જ RCBએ દિલ્હી કેપિટલ્સને 47 રનથી હરાવ્યું હતું. જે બાદ RCBના ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં શાનદાર રીતે ઉજવણી કરતાં જોવા મળ્યા હતા.  ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મોહમ્મદ સિરાજ વિરાટ કોહલીની બાજુમાં બેઠેલો જોવા મળ્યો હતો અને કર્ણ શર્મા પણ ત્યાં હાજર હતો. આ દરમિયાન જ્યારે સિરાજે ડ્રેસિંગ રૂમમાં કંઇક કહ્યું કે તેને સાંભળતા જ વિરાટ કોહલીએ તેની મજાક ઉડાવી અને પછી એક રસપ્રદ વાત કહી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જુઓ સિરાજે શું કહ્યું?

દિલ્હી વિરૂદ્ધ RCB ની જીત બાદ જ્યારે સિરાજ પાસે ડ્રેસિંગ રૂમમાં કેમેરા આવ્યો ત્યારે તેમણે IPL 2024ની સીઝનના પ્લેઓફમાં જવા વિશે કહ્યું કે અમે ફક્ત એક જ મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને આ બધા પર ક્વોલિફાઈ થઈશું કે નહીં અમારા નિયંત્રણમાં નથી. ફાસ્ટ બોલર પાસે બોલ છે અને બેટ્સમેન પાસે બેટ છે. આપણે બસ જઈને એટેક કરવાનો છે. જો અમે ક્વોલિફાય થઈશું તો શાનદાર છે પરંતુ અમે જે રીતે રમી રહ્યા છીએ તે રીતે ચાલુ રાખીશું.

કરણ શર્માએ પણ મજા લીધી

સિરાજની બાજુમાં બેઠેલા કરણ શર્મા અને વિરાટ કોહલી ધ્યાનથી સિરાજની વાતને સાંભળી રહ્યા હતા. આ પછી કર્ણ શર્માએ સિરાજને કહ્યું કે, તેની પાસે બેટ છે અને આપણી પાસે બોલ છે, ત્યારબાદ શું? સિરાજે કહ્યું કે ત્યારબાદ  સામે સ્ટમ્પ છે, તો કર્ણ શર્માએ મજાકમાં કહ્યું કે સ્ટમ્પ તો નોન-સ્ટ્રાઈકએન્ડ પર પણ હોય છે. 

ADVERTISEMENT

Gujarat Police Recruitment: પોલીસ ભરતીની શારીરિક કસોટી ક્યારે યોજાશે? Hasmukh Patelની મોટી જાહેરાત

વિરાટ કોહલીએ જુઓ શું કહ્યું 

કર્ણ શર્મા અને સિરાજની વાત સાંભળીને વિરાટ કોહલી હસી પડ્યો હતો અને કહ્યું, આ કેવું ક્રિકેટ ચાલી રહ્યું છે. બેટ્સમેન પાસે બેટ છે અને બોલર પાસે બોલ છે. આ દરમિયાન સિરાજે કહ્યું કે  એટલે કે ભાઈ, આપણી વિકેટ લેવાની જ માનસિકતા છે. વિરાટે કહ્યું કે, હું માત્ર સ્ટમ્પ જોઈ શકું છું. કોહલીના આ નિવેદન બાદ જ ત્રણેય વચ્ચે રમુજી માહોલ જોવા મળ્યો અને બધા હસવા લાગ્યા.

    follow whatsapp

    ADVERTISEMENT