શિવમ દુબે માટે T20 World Cup નો રસ્તો મુશ્કેલ, પંડ્યા કાપી શકે છે પત્તું! જાણો સમગ્ર રિપોર્ટ
T20 World Cup: IPL 2024 માં શિવમ દુબે જોરદાર ફોર્મમાં છે. તેણે પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા છે. ચાહકોથી લઈને સિનિયર ખેલાડીઓ સુધીના લોકો તેને T20 વર્લ્ડ કપની ટીમમાં જોવા માંગે છે પરંતુ હાર્દિક પંડ્યા તેનું સપનું તોડી શકે છે
ADVERTISEMENT
T20 World Cup: IPL 2024 માં શિવમ દુબે જોરદાર ફોર્મમાં છે. તેણે પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા છે. ચાહકોથી લઈને સિનિયર ખેલાડીઓ સુધીના લોકો તેને T20 વર્લ્ડ કપની ટીમમાં જોવા માંગે છે પરંતુ હાર્દિક પંડ્યા તેનું સપનું તોડી શકે છે. જી હા, હાર્દિક પંડયા કે જેઓ આ IPL કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી તેમ છતાં એક કારણ એવું પણ છે જેના કારણે પંડયા સિલેક્ટરોની પહેલી પસંદ બની શકે છે. તો ચાલો આપણે જાણીએ કે કયા કારણોસર હાર્દિક પંડયા શિવમ દુબેથી આગળ છે.
કેમ પંડયા કાપી શકે છે શિવમ દુબેનું પત્તું?
આ સીઝનમાં હાર્દિક પંડયા કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. જો તેમની બેટિંગની વાત કરવામાં આવે તો તેમણે અત્યાર સુધીની 8 મેચમાં 141 ની સ્ટ્રાઈક રેટ પર 151 રન બનાવ્યા છે. જો તેની સામે શિવમ દુબેની વાત કરવામાં આવે તો તેમણે આ સીઝન ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. જો તેમના બેટિંગ પ્રદર્શન વિશે વાત કરવામાં આવે તો અત્યાર સુધીની 8 મેચમાં 169.95 ની સ્ટ્રાઈક રેટ સાથે 311 રન બનાવ્યા છે. તો પછી શા માટે દુબેના સ્થાને પંડયાની પસંદગી થઈ શકે છે. હાર્દિક પંડયાએ આ સીઝનમાં બોલિંગમાં અત્યાર સુધી 102 બોલ એટલે કે 17 ઓવર ફેંકી છે જેમાં તેમણે 4 વિકેટ જ લીધી છે અને આ કારણે તે દુબેથી આગળ નીકળી જાય છે કારણ કે આ સીઝનમાં શિવમ દુબે એકપણ ઓવર નાખી નથી. આ કારણે સિલેક્ટરોની પસંદગીમાં પંડયા આગળ નીકળી જાય છે. બીજી વાત એવી પણ છે કે, શિવમ દુબે કરતાં હાર્દિક પંડયા પાસે આંતરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ પણ વધારે છે.
IPL Playoffs: RCB બાદ શું હવે આ ટીમ પણ IPL માંથી બહાર? મુંબઈ-દિલ્હી પર પણ લટકતી તલવાર
ઓપનિંગમાં રોહિતનો જોડીદાર કોણ?
IPL 2024 સીઝનમાં, આ ત્રણ ખેલાડીઓ વિરાટ કોહલી, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ પોતપોતાની ફ્રેન્ચાઈઝી માટે ઓપનિંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘણા દિગ્ગજોનું માનવું છે કે T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માની સાથે વિરાટ કોહલીએ ઓપનિંગમાં આવવું જોઈએ. જ્યારે કેટલાકનું કહેવું છે કે કોહલી માત્ર ત્રીજા નંબર પર જ રમ્યો હતો. જો કે, કોહલીએ આરસીબી માટે ઓપનિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને તે 8 મેચમાં સદી સહિત 379 રન બનાવીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. કોહલી બાદ યશસ્વીએ પણ રોહિતની મુંબઈ સામે સદી ફટકારીને ઓપનિંગમાં પોતાનો દાવો દાખવ્યો છે. જ્યારે શુભમન ગિલે પણ ગુજરાત તરફથી ઓપનિંગ કરતા 8 મેચમાં 298 રન બનાવ્યા છે. આ રીતે, ત્રણેય ખેલાડીઓના વિસ્ફોટક પ્રદર્શનને જોતા, રોહિત માટે તે એક પડકારજનક નિર્ણય હશે કે તેની સાથે કોણ ઓપનિંગ કરશે.
ADVERTISEMENT
T20 World Cup પહેલા કેપ્ટન રોહિત સામે આ ચાર મોટી સમસ્યાઓ, જેમાંથી એક હાર્દિક પંડ્યા પણ સામેલ
ADVERTISEMENT