IPL 2024: હૈદરાબાદે પોતાનો જ રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ, બેંગ્લોર સામે 20 ઓવરમાં 287 રન ફટકાર્યા

ADVERTISEMENT

હેડે 39 બોલમાં સદી ફટકારી
RCB vs SRH
social share
google news

RCB vs SRH IPL 2024 Updates: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 287 ફટકારી IPLના ઈતિહાસનો સૌથી હાઈએસ્ટ સ્કોર બનાવી દીધો છે. 

હેડે 39 બોલમાં સદી ફટકારી

ટ્રેવિસ હેડે 39 બોલમાં સદી ફટકારી હતી. જે આઈપીએલના ઈતિહાસની ચોથી સૌથી ઝડપી સદી છે. તેણે 41 બોલમાં 102 રનની ઈનિંગ રમી હતી. જેમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.

IPLમાં સૌથી ઝડપી 100

30 ક્રિસ ગેઇલ ગેલ વિ પુણે વોરિયર્સ, બેંગલુરુ 2013
37 યુસુફ પઠાણ વિ મુંબઈ ઈન્ડિયન્સ, મુંબઈ BS 2010
38 ડેવિડ મિલર વિ આરસીબી, મોહાલી 2013
39 ટ્રેવિસ હેડ વિ આરસીબી, બેંગલુરુ 2024
42 એડમ ગિલક્રિસ્ટ વિ મુંબઈ ઈન્ડિયન્સ, મુંબઈ 2008

ADVERTISEMENT

IPL 2024: CSK ને લાગ્યો મોટો ઝટકો, ઈજાગ્રસ્ત થયા મહેન્દ્રસિંહ ધોની!

બેંગલુરુ Vs હૈદરાબાદ હેડ ટુ હેડ


કુલ મેચ: 23
હૈદરાબાદ જીત્યું: 12
બેંગલુરુ જીત્યું: 10
અનિર્ણિત: 1

બંને ટીમના પ્લેઈંગ-11 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, સૌરભ ચૌહાણ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, વિજયકુમાર વૈશાક, રીસ ટોપલી, લોકી ફર્ગ્યુસન અને યશ દયાલ.

ADVERTISEMENT

સનરાઈઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ અને ટી નટરાજન.

ADVERTISEMENT

આ પણ વાંચો:- પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, દીકરીને રમાડવા આવેલ જમાઈનું પત્ની સહિત સાસરિયાએ ઢીમ ઢાળ્યું

    follow whatsapp

    ADVERTISEMENT