MS Dhoni Milestones: મહેન્દ્ર સિંહ ધોનીએ ઈતિહાસ રચ્યો, આવું કરનાર વિશ્વનો એકમાત્ર વિકેટકીપર

ADVERTISEMENT

MS Dhoni
મહેન્દ્ર સિંહ ધોનીએ ઈતિહાસ રચ્યો
social share
google news

MS Dhoni Milestones: IPL 2024માં ગઇકાલે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. લખનૌ (LSG) એ આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. મેચમાં ચેન્નાઈ (CSK) એ પ્રથમ બેટિંગ કરી 176/6 રન બનાવ્યા હતા. 177 રનના ટાર્ગેટનો પછી કરતી લખનૌની ટીમે આ મેચમાં 8 વિકેટે જીત મેળવી હતી. LSGનો કેપ્ટન કેએલ રાહુલ 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો, તેણે મેચમાં 53 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

'કેપ્ટન કુલ'ને નામ વધુ એક માઈલસ્ટોન 

આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીનો અલગ સ્વેગ પણ જોવા મળ્યો હતો, તેણે માત્ર 9 બોલમાં 28 રનની ફાસ્ટ ઇનિંગ રમીને એક સારો ટાર્ગેટ સ્કોર બોર્ડ પર સેટ કરી દીધો હતો. ધોનીએ તેની ઇનિંગ દરમિયાન 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા, આ રીતે તેનો બેટિંગ સ્ટ્રાઇક રેટ 311.11 રહ્યો. આ ઈનિંગના કારણે 42 વર્ષીય ધોનીએ પણ એક માઈલસ્ટોન પોતાના નામે કરી લીધું, તે આઈપીએલમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે 5000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેની ઇનિંગ દરમિયાન ધોનીએ 20મી ઓવરમાં યશ ઠાકુરની બોલ પર 101 મીટરમાં સિક્સ ફટકારી હતી. જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Lok Sabha Election 2024: 5 વર્ષમાં CR પાટીલની મિલકત બે કરોડનો વધારો, જાણો કેટલી છે કુલ સંપત્તિ

ધોનીનું ક્રિકેટ કરિયર

 
ધોનીના IPL કરિયરની વાત કરીએ તો અત્યાર સુધી તેણે 257 મેચમાં 5,169 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 39.45 હતી અને સ્ટ્રાઈક રેટ 136.99 હતો. IPLમાં ધોનીએ અત્યાર સુધી 24 અડધી સદી ફટકારી છે. ધોનીએ 350 ODI ઈન્ટરનેશનલ મેચોમાં 50.57ની સરેરાશથી 10773 રન બનાવ્યા, જેમાં 10 સદી અને 73 અડધી સદી સામેલ છે. વનડેમાં તેણે વિકેટ પાછળથી 444 વિકેટ લીધી છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 183 રન છે. ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 38.09ની એવરેજથી 4876 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન હતો. માહીએ ભારત માટે 98 T-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 37.60ની એવરેજથી 1617 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી સામેલ છે. ધોનીએ ટી20 ઈન્ટરનેશનલમાં વિકેટ પાછળથી 91 વિકેટ લીધી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT