IPL મેચમાં DRSને લઈને વિવાદ, અમ્પાયર સાથે મેદાન પર બાખડી પડ્યો Rishabh Pant
LSG vs DC IPL Match: લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની ઇનિંગ્સ દરમિયાન DRSના નિર્ણયને લઈને રિષભ પંત મેદાન પરના અમ્પાયર સાથે લાંબા સમય સુધી દલીલ કરતો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
LSG vs DC IPL Match: IPL 2024 માં, દિલ્હી કેપિટલ્સે પ્રથમ 5 મેચોમાંથી માત્ર એક જ જીત મેળવી હતી, પરંતુ તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ 6 વિકેટથી જીતીને આ સિઝનની તેમની બીજી જીત નોંધાવી હતી. દિલ્હીની આ જીતમાં કેપ્ટન ઋષભ પંતે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી અને માત્ર 24 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી. કાર અકસ્માતમાં ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા બાદ 15 મહિના પછી મેદાનમાં પરત ફરેલા રિષભ પંતના પ્રદર્શન પર તમામ ચાહકોની નજર છે અને લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં તેની જૂની સ્ટાઈલ ફરી બેટ સાથે જોવા મળી હતી. આ મેચમાં લખનૌ ટીમની ઇનિંગ્સ દરમિયાન DRSના નિર્ણયને લઈને પંત મેદાન પરના અમ્પાયર સાથે લાંબા સમય સુધી દલીલ કરતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: Video: ફરી એકવાર વાનખેડેમાં થઈ હાર્દિક પંડયાની હુટિંગ, કોહલીના એક ઈશારે બધાનું દિલ જીત્યું
DRSનો ઈશારાના કારણે થયો વિવાદ
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બોલિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સની ટીમે ચોથી ઓવરમાં બોલિંગની જવાબદારી ઈશાંત શર્માને આપી હતી. ઈશાંતે આ ઓવરનો ચોથો બોલ લેગ સ્ટમ્પની લાઈનમાં નાખ્યો, જેને અમ્પાયરે વાઈડ આપ્યો હતો. પંતે અમ્પાયરના નિર્ણયને પડકારવા માટે તેના સાથી ખેલાડીઓ સાથે વાત કરી અને DRS માટે પૂછતા હોય તેમ ઈશારો કર્યો. આના પર તેના ઈશારા બાદ અમ્પાયરે નિર્ણય થર્ડ અમ્પાયરને મોકલી આપ્યો હતો. આથી જ વિવાદ ઉભો થયો હતો.
અમ્પાયરે રિપ્લે બતાવીને સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ કર્યું
ત્રીજા અમ્પાયરે પણ બોલ વાઈડ આપ્યો અને દિલ્હી કેપિટલ્સે તેમનો એક DRS ગુમાવવો પડ્યો. અમ્પાયરના આ નિર્ણય બાદ ઋષભ પંત તરત જ તેમની પાસે પહોંચ્યો અને દલીલ કરવા લાગ્યો કે તેણે ડીઆરએસ લેવાનો કોઈ સંકેત આપ્યો નથી, લાંબા સમય સુધી અમ્પાયર સાથે ચર્ચા કર્યા બાદ રિપ્લે જોવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં આખું ચિત્ર સ્પષ્ટ થયું હતું. પંતે રિવ્યૂ માટે માત્ર 15 સેકન્ડની અંદર અમ્પાયરને DRS હાવભાવ બતાવ્યો હતો અને બાદમાં પંતે આ નિર્ણય સ્વીકારવો પડ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: ક્રિકેટ રમવા કેનેડા જવાની તૈયારીમાં હતો Jasprit Bumrah... પત્ની સામે કર્યો ખુલાસો, જુઓ VIDEO
પંત પહેલા પણ IPLમાં અમ્પાયર સાથે દલીલ કરી ચૂક્યો છે
આ મેચ પહેલા પણ ઋષભ પંત IPL મેચો દરમિયાન ઘણી વખત અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો છે. 2022ની IPL સિઝનમાં, જ્યારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં અમ્પાયરે નો-બોલ આપ્યો ન હતો, ત્યારે તેણે તે સમયે બેટિંગ કરી રહેલા તેના ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં પાછા બોલાવવાનો સંકેત આપ્યો હતો.
ADVERTISEMENT