IPL 2024: 'ઈજા તો બહાનું છે, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રોહિત શર્માને નથી રમાવી મેચ', સો. મીડિયા પર ચર્ચા તેજ

ADVERTISEMENT

RohitSharma
શું જાણી જઈને ઈજાગ્રસ્ત થઈ ગયા રોહિત શર્મા?
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

કેપ્ટન રોહિત શર્માની ઈજા હેડલાઈન્સમાં

point

સો.મીડિયા પર ફેન્સ કરી રહ્યા છે મોટો દાવો

point

કેપ્શનશીપ છીનવતા ફેન્સ થઈ ગયા લાલઘુમ

IPL 2024: ભારતીય ટીમના દિગ્ગજ કેપ્ટન રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે રમાયેલી ધર્મશાળા ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા અને મેદાનમાંથી બહાર ચાલ્યા ગયા હતા.  રોહિત શર્માની જગ્યાએ જસપ્રીત બુમરાહે ટીમની કમાન સંભાળી હતી. રોહિત શર્માની ઈજાના સમાચાર હવે હેડલાઈન્સમાં છે. ઈંગ્લેન્ડ સામેની સિરીઝ ખતમ થયાને 5 દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ રોહિત શર્માની ઈજા પર હજુ સુધી કોઈ અપડેટ આવ્યું નથી. આ અંગે સોશિયલ મીડિયા પર ફેન્સ દાવો કરી રહ્યા છે કે રોહિત શર્મા IPL 2024માંથી બહાર થવા માટે જાણીજોઈને ઈજાનું બહાનું બનાવી રહ્યા છે. જાણો રોહિત શર્માને લઈને ફેન્સ આ પ્રકારનો દાવો કરી રહ્યા છે. 

રોહિત અને હાર્દિક વચ્ચે જુનો છે વિવાદ

રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચેનો વિવાદ છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યા છે અને તેમને કેપ્ટન બનાવ્યા છે ત્યારથી રોહિત શર્માના ફેન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના સૌથી સફળ કેપ્ટન રહેલા રોહિત શર્મા પાસેથી સુકાનીપદ છીનવી લેવાતા ફેન્સ લાલઘુમ થઈ ગયા છે. 

શું રોહિત શર્મા જાણી જોઈને થયા ઈજાગ્રસ્ત?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આનાથી રોહિત શર્માને પણ ઘણું દુઃખ થયું છે. હાલમાં જ રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે પોતાની પોસ્ટથી આ આગને વધુ ફેલાવી હતી. હવે જ્યારે રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયા છે, ત્યારે ફેન્સ કહી રહ્યા છે કે રોહિત શર્માને જાણી જોઈને ઈજાગ્રસ્ત થયા છે, જેથી તેમને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રમવું ન પડે.

ADVERTISEMENT

રોહિત મુંબઈ ઇન્ડિયન્સ છોડી શકે છે?

સોશિયલ મીડિયા પર ફેન્સ દાવો કરી રહ્યા છે કે, મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા પાસેથી કેપ્ટનશિપ છીનવીને દગો કર્યો છે. ફેન્સે એવો પણ દાવો કર્યો છે કે રોહિત શર્મા આખી IPLમાંથી બહાર રહેશે. આવી સ્થિતિમાં ફેન્સના આ દાવામાં કેટલી સત્યતા છે તે જોવું રહ્યું. બીજી તરફ રોહિત શર્માને લઈને વધુ એક સમાચાર હેડલાઈન બની રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડીને ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાઈ શકે છે. જોકે, હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી. 

    follow whatsapp

    ADVERTISEMENT