'108 મીટરનો છગ્ગો, રિયલ થાલા...' કાર્તિક પર રોહિત શર્માની ભવિષ્યવાણી સાચી પડશે! T20 વર્લ્ડકપનો બન્યો દાવેદાર

ADVERTISEMENT

દિનેશ કાર્તિકની તસવીર
Dinesh Kartik
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

SRH સામે દિનેશ કાર્તિકે 35 બોલમાં 83 રનની ઈનિંગ્સ રમી.

Dinesh Karthik IPL 2024: IPL 2024 માં, રોયલ ચેલેન્જર બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે 11 એપ્રિલે મેચ રમાઈ રહી હતી. RCBનો દિનેશ કાર્તિક (DK) બેટિંગ કરી રહ્યો હતો, રોહિત શર્મા, સ્લિપ પર ઇશાન કિશનની બાજુમાં ઊભો હતો, મેચ દરમિયાન રોહિતે તેને કહ્યું, 'શાબાશ ડીકે, હજુ વર્લ્ડ કપ રમવાનો છે...',

આ સાંભળીને કાર્તિક હસ્યો અને બેટિંગ કરવા લાગ્યો. કાર્તિકે તે મેચમાં 23 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી, તો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે દિનેશ કાર્તિકે જે રીતે બેટિંગ કરી હતી તે જોતા રિષભ પંત, સંજુ સેમસન, કે.એલ રાહુલ, ઈશાન કિશન અને જીતેશ શર્મા જેવા વિકેટકીપરો માટે મુશ્કેલ બન્યું હતું, તે પણ ખાસ કરીને T20 વર્લ્ડ કપ પહેલા.

આ પણ વાંચો: IPL 2024: હૈદરાબાદે પોતાનો જ રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ, બેંગ્લોર સામે 20 ઓવરમાં 287 રન ફટકાર્યા

IPLમાં DKનું વિસ્ફોટક ફોર્મ, અન્ય કીપર્સ ટેન્શનમાં

DK નું બદલાયેલું રૂપ IPLમાં ફરી જોવા મળી રહ્યું છે, તે જોતા એક વાત તો નક્કી છે કે તે અન્ય વિકેટકીપર માટે પડકાર બની ગયો છે. તેની 38 વર્ષની ઉંમરને બાજુ પર રાખો, પછી વિચારો... જે રીતે તે અત્યાર સુધી IPLમાં રમી રહ્યો છે, તેનાથી એક વાત સાબિત થઈ ગઈ છે કે તેનામાં હજુ પણ આ ફોર્મેટમાં રમવાની તાકાત છે.

ADVERTISEMENT

આવી સ્થિતિમાં, મોટો સવાલ એ છે કે રોહિત શર્માએ દિનેશ કાર્તિકને મજાકમાં આ વાત કહી હશે, પરંતુ હવે કાર્તિક ટી-20 વર્લ્ડ કપ 2024માં રમવા માટે વિકેટકીપર્સની રેસમાં આવી ગયો છે. કાર્તિકે આ દરમિયાન ટી20માં 6000 રન પણ પૂરા કર્યા.

આ પણ વાંચો: Elon Musk નું મોટું એક્શનઃ ભારતમાં બંધ કર્યા 2 લાખથી વધુ એકાઉન્ટ્સ, જાણો કારણ

237ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા 83 રન

15 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કાર્તિકે માત્ર 35 બોલમાં રમેલી 83 રનની ઈનિંગમાં તે તમામ બેટિંગ શોટ્સ હાજર હતા. જે કોઈપણ ટી20 બેટ્સમેન કે ફિનિશર પાસે હોવા જોઈએ. તેની વિસ્ફોટક ઇનિંગ દરમિયાન, કાર્તિકે 5 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્ટ્રાઈક રેટ 237.14 હતો. ઉંમરના આ તબક્કે 'સુપરફિટ' કાર્તિકે વિશ્વસ્તરીય પેટ કમિન્સ જેવા બોલરોની સામે 108 મીટરનો છગ્ગા પણ ફટકાર્યો હતો.

ADVERTISEMENT

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આવેલા ઘણા ક્રિકેટ ચાહકો તેના નામના સાઈનબોર્ડ સાથે તેને સમર્થન કરતા જોવા મળ્યા હતા, એક ચાહકે તો 'ધ રિયલ થાલા' પોસ્ટર પણ બતાવ્યું હતું. હકીકતમાં થાલા મહેન્દ્ર સિંહ ધોનીને કહેવામાં આવે છે. એટલે કે ચાહકોની નજરમાં કાર્તિકની કિંમત વધી ગઈ હોવાનો અંદાજ લગાવી શકાય છે.

ADVERTISEMENT

કોમેન્ટેટર્સ પણ કાર્તિકના ફેન બન્યા

ઈંગ્લિશ કોમેન્ટ્રી પેનલમાં હાજર કોમેન્ટેટરે એવું પણ કહી દીધું કે, તેણે ક્યારેય કોઈ કોમેન્ટેટરને આ રીતે બેટિંગ કરતા જોયા નથી. ખાસ છે કે કાર્તિક ક્રિકેટની ઓફ સીઝનમાં કોમેન્ટ્રી કરતો જોવા મળે છે.

આ IPLમાં કાર્તિક RCB તરફથી રમી રહ્યો છે, ટીમ ટેબલ પોઈન્ટમાં સૌથી નીચે રહીને નિષ્ફળ સાબિત થઈ છે પરંતુ કાર્તિક હિટ રહ્યો છે. કાર્તિકે અત્યાર સુધી 7 મેચમાં 226 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 75.33 અને સ્ટ્રાઈક રેટ 205.45 છે. કાર્તિકે મુંબઈ ઈન્ડિયન્સ સામે થર્ડ મેન પર ફટકારેલા શોટ અને હવે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 'સ્વીચ હિટ કમ રિવર્સ સ્વીપ' આ IPLની સૌથી મોટી હાઈલાઈટ્સ તરીકે ઉભરી આવ્યા છે.

આ પણ વાંચો: 'ભાજપ સામેનો રોષ અને ગેનીબેન માટેના પ્રેમનો સરવાળો ગુલાલ ઉડાડશે' , જુઓ Jignesh Mevani સાથેની ખાસ વાતચીત

નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં કાર્તિકની તાકાત દેખાઈ હતી...

લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાથી બહાર રહ્યા બાદ 2018માં નિદાહસ ટ્રોફીની ફાઇનલમાં દિનેશ કાર્તિકે છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ભારતને જબરદસ્ત જીત અપાવી હતી. કાર્તિક 2019માં યોજાયેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં રમતા જોવા મળ્યો હતો. તેણે માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલ મેચ રમી હતી. આ સેમિફાઇનલ મેચમાં તેના બેટથી 25 બોલમાં માત્ર 6 રન આવ્યા હતા. આ તેની છેલ્લી ODI મેચ હતી.

કાર્તિક છેલ્લે 2 નવેમ્બર 2022ના રોજ એડિલેડમાં બાંગ્લાદેશ સામે T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. દિનેશ કાર્તિકની છેલ્લી ટેસ્ટ મેચ ઓગસ્ટ 2018માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે હતી. દિનેશ કાર્તિક IPL 2023માં ફ્લોપ રહ્યો હતો. તે 13 મેચમાં 11.67ની એવરેજથી માત્ર 140 રન જ બનાવી શક્યો હતો. આ દરમિયાન તેણે 8 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી.

IPL 2022માં DKના જીવનમાં યુ-ટર્ન

વર્ષ 2021ની વાત છે, દિનેશ કાર્તિકે ક્રિકેટ કોમેન્ટ્રી કરવાનું શરૂ કર્યું. 2019ના વર્લ્ડ કપ બાદ તે સતત ટીમમાંથી ગાયબ હતો. આ પછી જ તેણે સ્કાય સ્પોર્ટ્સ સાથે કોમેન્ટ્રી કરાર પર હસ્તાક્ષર કર્યા. ત્યારે એવું માનવામાં આવતું હતું કે દિનેશ કાર્તિકના ક્રિકેટના દિવસો સમાપ્ત થઈ ગયા છે, હવે તે માત્ર કોમેન્ટ્રી કરશે. પછી આઈપીએલ 2022ની હરાજીનો સમય આવ્યો, તેમાં દિનેશ કાર્તિક પણ સામેલ થયો.

ત્યારબાદ દિનેશ કાર્તિકને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અહીંથી જ ડીકેની કારકિર્દીમાં યુ-ટર્નની શરૂઆત થઈ હતી. તેણે કરોડો રૂપિયાની કિંમત સાચી સાબિત કરી. 2022ની IPL સિઝનમાં દિનેશ કાર્તિકે 16 મેચમાં 330 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 55 હતી. સ્ટ્રાઈક રેટ 183.33 હતો. દિનેશ કાર્તિકના આ પ્રદર્શનના કારણે જ તે 2022ના T20 વર્લ્ડ કપમાં પરત ફર્યો હતો.

દિનેશ કાર્તિકની ક્રિકેટ કારકિર્દી

26 ટેસ્ટ, 1025 રન, 25.00 એવરેજ, 57 કેચ, 6 સ્ટમ્પ
94 ODI, 1752 રન, 30.20 એવરેજ, 64 કેચ, 7 સ્ટમ્પ
60 T20I, 686 રન, 26.38 એવરેજ, 30 કેચ, 8 સ્ટમ્પિંગ
249 IPL, 4742 રન, 26.64 એવરેજ, 142 કેચ, 36 સ્ટમ્પ
 

    follow whatsapp

    ADVERTISEMENT