IPL Playoffs: IPL ની પ્લેઓફની રેસમાંથી MI બહાર! લખનૌની જીત સાથે POINTS TABLE બન્યું રોમાંચક

ADVERTISEMENT

IPL Playoffs
મુંબઈ પ્લેઓફની રેસમાંથી કેમ બહાર થયું?
social share
google news

IPL Playoffs Scenario 2024:  IPL 2024 સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામેની હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે આગળનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈની ટીમને દસમી મેચમાં સાતમી હારનો સામનો કરવો પડ્યો છે અને હવે પછીની મેચો તેમના માટે કરો યા મરો જેવી બની ગઈ છે. જો કે, બાકીની ચાર મેચ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં જગ્યા બનાવી શકશે કે નહીં તે નિશ્ચિત નથી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફના રસ્તા હવે લગભગ અશક્ય દેખાય રહ્યો છે. 

હાર્દિક પંડ્યા ટીમમાં અને રવિ બિશ્નોઈ-રિંકુ સિંહ બહાર કેમ? T20 વર્લ્ડકપ ટીમ સિલેક્શન પર ઉઠ્યા સવાલ

મુંબઈ પ્લેઓફની રેસમાંથી કેમ બહાર થયું?

હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને લખનૌના એકાના મેદાનમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હવે IPL 2024ના પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ અને -0.272ના નેટ રન રેટ સાથે 10 મેચમાં સાત હાર અને ત્રણ જીત સાથે નવમા સ્થાને છે. જેના કારણે મુંબઈની ટીમે હવે બાકીની ચાર મેચ જીતવી પડશે જો તે પ્લેઓફ માટે દાવો દાખવવા માંગે છે. જેના કારણે મુંબઈની ટીમ 14 પોઈન્ટ સાથે લીગ સ્ટેજ સમાપ્ત કરશે, જ્યારે તેણે નેટ રન રેટ પણ પોઝીટીવ રાખવો પડશે. કારણ કે IPL 2024ની સીઝનમાં એક ટીમ પહેલાથી જ 16 પોઈન્ટ હાંસલ કરી ચૂકી છે, જ્યારે બાકીની 7 ટીમો 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, જો આ સાતમાંથી ત્રણ ટીમો 16 પોઈન્ટ સુધી પહોંચે છે, તો મુંબઈની બહાર થવું નિશ્ચિત થઈ જશે. આ જ કારણ છે કે હવે મુંબઈ માટે પ્લેઓફના દરવાજા બંધ થઈ ગયા છે.

લખનૌની પ્લે ઓફ તરફ કૂછ

લખનૌ સામેની મેચની વાત કરીએ તો લખનૌના એકાના મેદાનની પીચ પર મુંબઈના બેટ્સમેનો ટકી શક્યા ન હતા અને તેમની ટીમ 7 વિકેટે 144 રન જ બનાવી શકી હતી. જવાબમાં, લખનૌ સુપર જાયન્ટ્સ માટે, માર્કસ સ્ટોઇનિસે 45 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા અને ટીમને ચાર વિકેટથી જીત અપાવી. જેના કારણે લખનૌએ 10 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. જ્યારે CSK ચોથા સ્થાને, રાજસ્થાન રોયલ્સ પ્રથમ સ્થાને અને KKR બીજા સ્થાને છે. હવે લખનૌની ટીમે કોઈપણ ભોગે બાકીની ચારમાંથી બે મેચ જીતીને પ્લેઓફની ટિકિટ સુરક્ષિત કરશે.

ADVERTISEMENT

5 ટીમ વચ્ચે ખરાખરીનો જંગ

IPL 2024ના પ્લેઓફ માટે હાલ 5 ટીમ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. જો રાજસ્થાન રોયલ્સ તેની બાકીની 5 મેચમાંથી એક પણ જીતે તો તેના 18 પોઈન્ટ થઈ જશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપરજાયન્ટ્સના 12-12 પોઈન્ટ છે. જો આ બંને ટીમો તેમની બાકીની 5માંથી 3 મેચ જીતી લે તો તેઓ સરળતાથી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના હાલમાં 9-9 મેચમાં 10-10 પોઈન્ટ છે. અત્યારની સ્થિતિ પરથી લાગી રહ્યું છે કે પ્લેઓફની ચોથી ટીમ માટે આ બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT