SRH સામે MIની ભૂંડી હાર બાદ Hardik Pandya પર વરસ્યા ગુજ્જુ ક્રિકેટર્સ, બેટિંગ-કેપ્ટનશીપ પર ઉઠાવ્યા સવાલ
IPL 2024, Hardik Pandya: જ્યારથી હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળી છે ત્યારથી તેની સાથે કે ટીમ સાથે કંઈ સારું થઈ રહ્યું નથી. MIએ IPL 2024ની શરૂઆતની બે મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 9મા સ્થાને છે.
ADVERTISEMENT
IPL 2024, Hardik Pandya: જ્યારથી હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળી છે ત્યારથી તેની સાથે કે ટીમ સાથે કંઈ સારું થઈ રહ્યું નથી. MIએ IPL 2024ની શરૂઆતની બે મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 9મા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ક્રિકેટના દિગ્ગજોએ હાર્દિક પંડ્યા પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ડગઆઉટમાં બેઠેલા કેપ્ટન પોતે કેવી રીતે ટિમ ડેવિડને તેના પહેલા બેટિંગ કરવા મોકલી શકે છે. હવે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની હાર માટે પણ તેને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. ભારતીય ટીમના બે ગુજરાતી ક્રિકેટર્સ ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર સીધા સવાલ ઉઠાવી દીધા છે.
આ પણ વાંચો: IPL 2024: મુંબઈ સામે હૈદરાબાદે રચ્યો ઇતિહાસ, 20 ઓવરમાં 277 રન ફટકારી તોડ્યો RCBનો રેકોર્ડ
સનરાઈઝર્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની હાર
સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા નિર્ધારિત 278 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, જ્યાં મુંબઈ ઇન્ડિયન્સના દરેક બેટ્સમેન 200ની આસપાસ સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે કેપ્ટન પંડ્યાની સ્ટ્રાઇક રેટ માત્ર 120 હતી. ઇનિંગની 11મી ઓવરમાં હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 20 બોલમાં 1 ફોર અને એક સિક્સરની મદદથી 24 રનની ઇનિંગ રમી હતી. પંડ્યાએ ઇનિંગ્સના પ્રથમ ચાર બોલમાં આ બે બાઉન્ડ્રી ફટકારી હતી. આ પછી, તે પછીના 20 બોલમાં એક પણ બાઉન્ડ્રી મારી શક્યો નહોતો.
ઈરફાન પઠાણે હાર્દિકની ધીમી બેટિંગ પર ઉઠાવ્યા સવાલ
ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યાની બેટિંગને લઈને X પર લખ્યું, જો આખી ટીમ 200ની સ્ટ્રાઈક રેટ સાથે રમી રહી છે, તો કેપ્ટન 120ની સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ ન કરી શકે.
ADVERTISEMENT
આ સિવાય ઈરફાન પઠાણે પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર સવાલો ઉઠાવ્યા હતા. તેણે લખ્યું, 'હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી એકદમ સામાન્ય દેખાતી હતી. જ્યારે વિસ્ફોટક બેટિંગ ચાલી રહી હતી ત્યારે બુમરાહને આટલા લાંબા સમય સુધી દૂર રાખવો મારી સમજની બહાર હતું.
આ પણ વાંચો: આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છે TMKOCના પ્રોડ્યૂસર Asit Modi? જેનિફર મિસ્ત્રીને આપવા માટે પૈસા નથી!
યુસુફ પઠાણે કેપ્ટનશીપને ગણાવી ખરાબ
તો યુસુફ પઠાણે પણ X પર પોસ્ટ કરીને લખ્યું કે, SRHએ 11 ઓવરમાં 160+ સ્કોર કરી લીધો અને જસપ્રીત બુમરાહને માત્ર 1 જ ઓવર કેમ અપાઈ? તમારા બેસ્ટ બોલરે બોલિંગ કરવી જોએ. મારી દ્રષ્ટિએ આ ખરાબ કેપ્ટનશીપ છે.
ADVERTISEMENT
જસપ્રીત બુમરાહે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોઈ વિકેટ લીધા વિના 4 ઓવરમાં 36 રન આપ્યા હતા. તે MI માટે સૌથી બેસ્ટ બોલર સાબિત થયો. હાર્દિક પંડ્યાએ પાવરપ્લેમાં બુમરાહને એક ઓવર અને અડધી ઇનિંગ પછી બીજી ત્રણ ઓવર બોલ કરાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT