Video: આ ચાર ટીમની IPL 2024 ના પ્લેઓફમાં થશે એન્ટ્રી! અક્ષય કુમારે કરી ભવિષ્યવાણી

ADVERTISEMENT

IPL 2024 playoff
CSK ના ફેન્સ અક્ષય કુમારથી નારાજ
social share
google news

IPL 2024 playoff prediction: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની 20મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 29 રને હરાવી પ્રથમ જીત મેળવી લીધી છે. એવામાં ખેલાડી કુમારે આઈપીએલ 2024 પ્લેઓફને લઈને ભવિષ્યવાણી કરી છે. અક્ષય કુમારનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમને સવાલ પૂછવામાં આવે છે કે આ IPL કઈ ચાર ટીમ પ્લેઓફમાં એન્ટ્રી કરશે? ત્યારે તેમણે જવાબમાં ચાર ટીમના નામ જણાવ્યા હતા. જોકે આ ભવિષ્યવાણીમાં ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સને જાટકો લાગી શકે છે કારણ કે તેમણે આપેલી ચાર ટીમના નામમાં CSK નો સમાવેશ નથી. 

પ્લેઓફને લઈ અક્ષય કુમારની ભવિષ્યવાણી

અક્ષય આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું પ્રમોશન કરી રહ્યો છે. જે વચ્ચે સ્ટાર સ્પોર્ટ્સ પર અક્ષય અને ટાઇગરનો એક ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે. જેમાં ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ તેમને સવાલ કરે છે. ત્યારે અક્ષયે કહ્યુ- મને લાગે છે કે પંજાબ કિંગ્સ (PBKS), રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB), દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં જોવા મળી શકે છે. ઇરફાને અક્ષયને પૂછ્યુ કે તમારા લિસ્ટમાં CSK નથી? તેના પર અક્ષયે કહ્યુ- અત્યારે નહીં. સાથે જ  ટાઇગરની પસંદગીની પ્લેઓફ ટીમો- મુંબઈ, ચેન્નઈ, આરસીબી અને કોલકત્તા નાઇટ રાઇડર્સના નામ સમેક છે. 

આ પણ વાંચો:- Mumbai Indians એ સિઝનની પ્રથમ મેચ જીતી, દિલ્હીને 29 રનથી હરાવ્યું, કોત્ઝીએ 4 વિકેટ ઝડપી

CSK ના ફેન્સ અક્ષય કુમાર પર નારાજ 

આ વીડિયો સામે આવ્યા બાદ CSK ના ફેન્સ પત્તું કાપવા પર રિએક્શન આપી રહ્યાં છે. તેમના એક યૂઝરે લખ્યું- અક્ષયે જે ટીમોનું નામ લીધુ છે, તે બધી પોઈન્ટ ટેબલમાં નીચેથી ટોપ-4માં રહેશે. બીજાએ કોમેન્ટ કરી- તેમ લાગે છે કે અક્ષય સરે જે ટીમોના નામ યાદ આવ્યા, તે જ બોલી ગયા. તો અન્યએ લખ્યું- લાગે છે કે અક્ષય કુમાર આઈપીએલ જોઈ રહ્યાં નથી. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT