Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યુલ થયું લીક, ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો ક્યારે?

ADVERTISEMENT

Champions Trophy 2025
Champions Trophy 2025
social share
google news

IND vs PAK, Champions Trophy 2025 Schedule: ભારતે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ હવે તેનું મિશન આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર રહેશે.  જેના શિડ્યુલને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શિડ્યુલ લીક થયાના સમાચાર વહેતા થયા છે. બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફે અહેવાલ પ્રકાશિત કર્યો છે.  એવું કહેવામાં આવ્યું છે કે ટૂર્નામેન્ટની શરૂઆત કરાચીમાં 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે.

ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર!

પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ ICC અને તેના સભ્ય દેશોને મંજૂરી માટે મોકલી દીધું છે. દરેક જગ્યાએથી લીલી ઝંડી મળ્યા બાદ હવે અંતિમ મંજૂરી મળશે. પરંતુ બ્રિટિશ મીડિયાએ પહેલાથી જ તેને આવરી લીધું હતું. રિપોર્ટ અનુસાર, ભારત તેની ગ્રુપ સ્ટેજની ત્રણેય મેચ લાહોરમાં રમશે. તે એકમાત્ર ટીમ હશે જે એક જ સ્થળે તમામ મેચ રમશે. અત્યાર સુધી BCCI ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવા માટે સહમત નથી.

Rohit Sharma Profile Photo: રોહિત શર્માએ કર્યું રાષ્ટ્રધ્વજનું અપમાન? સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યા

ભારતની મેચ ક્યારે છે?

રિપોર્ટ અનુસાર, ભારતીય ટીમની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ લાહોરમાં બાંગ્લાદેશ સાથે છે. આ પછી બીજી મેચ 23 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 માર્ચે રમવાની છે. સેમીફાઇનલ 5 અને 6 માર્ચે રમાશે અને ફાઇનલ મેચ 19 માર્ચે રમાનાર છે. જો ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચશે તો તે આ મેચ લાહોરમાં જ રમશે. જોકે, શેડ્યૂલ મુજબ છેલ્લી 4 મેચ કરાચી અને રાવલપિંડીમાં યોજાઈ છે.

ADVERTISEMENT

ચેમ્પિયન્સ ટ્રોફી કુલ 19 દિવસ 

ચેમ્પિયન્સ ટ્રોફી કુલ 19 દિવસ ચાલવાની છે. આમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ ગ્રુપ Aમાં સાથે છે. ગ્રુપ બીમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ છે. ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં યોજાઈ હતી જ્યારે પાકિસ્તાન વિજેતા બન્યું હતું. તેણે ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 2008થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. હજુ સુધી તેમના જવાના કોઈ સ્પષ્ટ સંકેતો નથી. ગયા વર્ષે એશિયા કપનું આયોજન પાકિસ્તાને કર્યું હતું અને ભારતે તેની મેચો શ્રીલંકામાં રમી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT