VIDEO : હવામાં ઉછળ્યું બેટ અને બોલ બાઉન્ડ્રીને પાર, રિષભ પંતે ફટકાર્યો જોરદાર શૉટ

Gujarat Tak

ADVERTISEMENT

Rishabh Pant Bat Flying
રિષભ પંતનું બેટ હવામાં ઉછળ્યું
social share
google news

IND vs SL Rishabh Pant Bat Flying: શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે T-20 ક્રિકેટનો રોમાંચ શરૂ થઈ ગયો છે. શનિવારે T-20 શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હાર્યા બાદ બેટિંગ કરી હતી. ભારતીય વિકેટકીપર રિષભ પંતે 33 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા. જો કે તે અડધી સદી ચૂકી ગયો હતો, પરંતુ તેણે તેની સ્ટાઇલિશ બેટિંગથી કમાલ કરી હતી. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની ઓપનિંગ જોડી આઉટ થયા બાદ રિષભ પંત ચોથા ક્રમે આવી ગયો હતો. પહેલા તેણે ધીમી બેટિંગ કરી, પછી ગિયર્સ એવી રીતે બદલ્યા કે તેણે તોફાન સર્જ્યું. જોરદાર બેટિંગ કરતી વખતે તેના હાથમાંથી બેટ સરકી ગયું.

આ દ્રશ્ય 19મી ઓવરમાં જોવા મળ્યું હતું

19મી ઓવરના પહેલા જ બોલ પર મથિશા પથિરાનાએ રિયાન પરાગને શાનદાર યોર્કર મારતા LBW આઉટ કર્યો હતો. આ પછી બીજા બોલ પર રિંકુ સિંહે એક રન લઈને રિષભ પંતને સ્ટ્રાઈક આપી. પંત છેલ્લી ઓવરોનો પૂરો ફાયદો ઉઠાવવા માંગતો હતો. તેથી, ત્રીજા બોલ પર તેણે બેટથી એવો સ્કૂપ શોટ માર્યો. શોર્ટ ફાઈન લેગ તરફ જોરદાર ફોર ફટકારી.

બેટ હવામાં ઉછળ્યું

ત્યારબાદ પંતે આગલા બોલ પર ફરી એકવાર ક્રિએટિવ શોટ ટ્રાઈ કર્યો. તેણે તોફાની શોટ માર્યો, પણ આ શું છે? બેટ તેનો હાથમાંથી છૂટીને ઉડી ગયું. અહીં, બોલ બાઉન્ડ્રી તરફ ગયો હતો, જ્યારે બીજી તરફ બેટ હવામાં લહેરાતું હતું. થોડા સમય બાદ જ્યારે બોલ બાઉન્ડ્રી ક્રોસ કરવા લાગ્યો તો બેટ પણ નીચે પડી ગયું. સદનસીબે ત્યાં કોઈ ફિલ્ડર નહોતો. અન્યથા શ્રીલંકન ખેલાડી ઈજા થઈ શકી હોત. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ IPLમાં ઋષભ પંતનું બેટ ઘણી વખત મિસ થઈ ચૂક્યું છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT