T2O World Cup: રોહિત સાથે વર્લ્ડ કપની ફ્લાઈટમાં કેમ ન ગયા હાર્દિક પંડ્યા? બન્ને વચ્ચે ડખો યથાવત્ ?

ADVERTISEMENT

T2O World Cup
રોહિત-હાર્દિક વચ્ચે ખટરાગ?
social share
google news

ICC T20 World Cup 2024: IPL હજુ પુરી નથી થઈ ત્યાં તો ભારતીય ટીમ 2 જૂનથી શરૂ થનારા ટી20 વર્લ્ડ કપની તૈયારીમાં જોતરાઈ ગઈ છે. IPL પૂર્ણ થાય તે પહેલા જ 25 મેના રોજ ભારતના અમુક ખેલાડીઓ ટી20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવા રવાના થઈ ગયા છે. કેપ્ટન રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, મોહમ્મદ સિરાજ, રિઝર્વ ખેલાડી ખલીલ અહેમદ અને શુભમ ગિલ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જોકે લીગ સ્ટેજમાંથી મુંબઈની એક્ઝિટ બાદ ટી20 વર્લ્ડ કપમાં ભારતના વાઈસ કેપ્ટન અમિરાક જનારી પહેલી બેચમાં હોવા જોઈએ પરંતુ BCCI દ્વારા શેર કરવામાં આવેલા ફોટોમાં હાર્દિક પંડ્યા ક્યાંય જોવા મળ્યા નહીં. તો હવે સવાલ એ થાય કે હાર્દિક રોહિતની સાથે ગયા કેમ નહીં ?

રોહિત સાથે વર્લ્ડ કપમાં કેમ ન ગયા હાર્દિક?


ICC T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમની પહેલી બેચ સાથે રવાના થયા નહીં. આ વાતથી સૌ કોઈ હેરાન છે કારણ કે મુંબઈ પ્લેઓફ પહેલા જ બહાર થઈ ચૂક્યુ છે. તેમના સાથી ખેલાડીઓ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ એમ ત્રણેય અમેરિકા રવાના થઈ ચૂક્યા છે. હવે સવાલ એ ઉઠે કે રાહિતની સાથે હાર્દિક કેમ ન ગયા ? જોકે આ વાતની સત્તાવાર કોઈ પુષ્ટી થઈ નથી.

Rajkot Game Zone Fire: સંચાલકો ચતુર કાગડા, કોનું પીઠબળ અને કોના આશીર્વાદ?

શું કારણ છે?

આપને જણાવીએ કે આઈપીએલ 2024 પહેલા રોહિત શર્મા પાસેથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી છિનવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. MI ના આ નિર્ણયથી મોટો વિવાદ છંછેડાયો હતો. ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું હતુ કે રોહિત અને હાર્દિક વચ્ચે  કંઈક તો રંધાઈ રહ્યું છે. તો બીજી તરફ સ્ટેડિયમમાં હાજર ફેન્સે પણ હાર્દિક સામે અનેક વખત હૂટિંગ કર્યું હતું. આપને જણાવીએ કે હાર્દિક પંડ્યાની લવ-લાઈફને લઈને પણ અનેક અફવાઓ ફેલાઈ રહી છે. હાર્દિક અને તેમની પત્ની નતાશા સ્ટેન્કોવિચ વચ્ચે છૂટાછેની વાતો વાયરલ થઈ રહી છે.

ADVERTISEMENT

Hardik-Natasa ના છૂટાછેડાની અટકળો વચ્ચે Krunal Pandya ની એન્ટ્રી, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

    follow whatsapp

    ADVERTISEMENT