અનંત અંબાણીની જાનમાં Hardik Pandya એ કરી ખાસ ડિમાન્ડ, અનન્યા પાંડે સાથે કર્યો જોરદાર ડાંસ

ADVERTISEMENT

હાર્દિક પંડ્યાની ડાંસ કરતી તસવીર
Hardik Pandya
social share
google news

Hardik Pandya in Ambani's Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નમાં સચિન તેંડુલકર, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ સહિત ઘણા ક્રિકેટરોએ હાજરી આપી હતી. આ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ અનંત અંબાણીની જાનમાં મહેફિલ જમાવી દીધી હતી. તેણે રણવીર સિંહ અને અનન્યા પાંડે સાથે અનંતના લગ્નની જાનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તેના મસ્તીભર્યા ડાંસના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તે તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા અને ભાભી પંખુરી સાથે લગ્નમાં આવ્યો હતો.

અનંતના લગ્નમાં હાર્દિકની ખાસ ડિમાન્ડ

હાર્દિક પંડ્યાએ ઢોલના તાલે જોરદાર ડાન્સ કર્યો હતો. જાન દરમિયાન પંડ્યાએ એક ખાસ માંગણી પણ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં વર્લ્ડ ચેમ્પિયન પંડ્યા ટકીલા શોટ ઓર્ડર કરતો જોવા મળી રહ્યો છે. તેણે પહેલા ટકીલાનો ઈશારો કર્યો, તેના ઈશારાને જોઈને એક વેઈટર તેની પાસે આવ્યો, જેને પંડ્યાએ બે ટકીલા લાવવા કહ્યું.

જાનમાં મન મૂકીને નાચ્યો હાર્દિક

આ પછી વર્લ્ડ ચેમ્પિયન ઓલરાઉન્ડરે મહેફીલ જમાવી હતી. પંડ્યા અનંતની જાનમાં જમીન પર જ ઊંઘીને ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ઉપરાંત રણવીરની સાથે તેણે ઝૂમ બરાબર ઝૂમ સોન્ગ પર આગ લગાવી દીધી હતી. તો અન્ય એક વીડિયોમાં તે અનન્યા પાંડે સાથે ડાંસ કરતા દેખાય છે. તેણે પોતાના ડાન્સથી આખો માહોલ બનાવી દીધો હતો. 

ADVERTISEMENT

લગ્નમાં અનેક ક્રિકેટરોએ આપી હાજરી

આ લગ્નમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમ.એસ ધોની તેની પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા સાથે, હાર્દિક પંડ્યા તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા અને ભાભી પંખુરી શર્મા, ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીર, યુઝવેન્દ્ર ચહલ તેની પત્ની ધનશ્રી સાથે પહોંચ્યો હતો. આ લગ્નમાં WWEના પૂર્વ રેસલર જોન સીનાએ પણ હાજરી આપી હતી.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT