Hardik- Natasha Divorce: છૂટાછેડા બાદ પંડ્યા નતાશાને સંપત્તિનો કેટલો હિસ્સો આપશે? Video માં થયો ખુલાસો
Hardik Pandya-Natasa Stankovic divorce: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
Hardik Pandya-Natasa Stankovic divorce: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. આ સમાચારે ચાહકોને હચમચાવી દીધા છે. જો કે મોટાભાગના લોકોએ આ વિશે પહેલેથી જ અનુમાન લગાવ્યું હતું, પરંતુ નતાશાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાર્દિક સાથે સંબંધિત કંઈ જ દેખાતું ન હતું. જ્યારે નતાશાએ ઇન્સ્ટાગ્રામ પરથી પંડ્યા સરનેમ હટાવી ત્યારે આ અફવાઓ વધુ તેજ બની હતી. આ સિવાય હાર્દિકે તેની પત્નીને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી ન હતી. આ તમામ બાબતોએ સાબિત કર્યું કે હાર્દિક અને નતાશા અલગ થઈ રહ્યા છે.
બંને પોતાના પુત્રનું ધ્યાન રાખશે
હાર્દિકે નતાશા સાથે છૂટાછેડાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી અને કહ્યું હતું કે, બંને માટે અલગ રહેવું સારું છે. આ સિવાય બંને પોતાના પુત્રો અગસ્ત્યનું ધ્યાન રાખશે. હાર્દિક પંડ્યાએ જાન્યુઆરી 2020માં નતાશાને યાટ પર પ્રપોઝ કર્યું હતું અને પછી તે જ વર્ષે મે મહિનામાં લગ્ન કરી લીધા હતા. આ પછી બંનેએ 30 જુલાઈના રોજ અગસ્ત્યને જન્મ થયો હતો. હાર્દિકે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે, ચાર વર્ષ સાથે રહ્યા બાદ નતાશા અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. સાથે મળીને અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા અને અમારી શ્રેષ્ઠતા આપી. અમે માનીએ છીએ કે આ અમારા બંને માટે યોગ્ય રહેશે. અમારા માટે આ એક મુશ્કેલ નિર્ણય હતો પરંતુ અમે સાથે મળીને દરેક ક્ષણનો આનંદ માણ્યો. જેમ જેમ અમારો પરિવાર વધતો ગયો તેમ તેમ અમે પરસ્પર આદર અને સંબંધોનો આનંદ માણ્યો. અમને અગસ્ત્ય (પુત્ર)નો આશીર્વાદ મળ્યો છે, જે અમારા બંનેના જીવનનું કેન્દ્ર રહેશે અને અમે તેની ખુશી માટે અમે બનતું બધું આપીશું તેની ખાતરી કરવા માટે અમે સાથે મળીને કામ કરીશું.
હાર્દિકની પ્રોપર્ટી કેટલો હિસ્સો નતાશાને મળશે?
છૂટાછેડા પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે શું હાર્દિક પંડ્યાની કુલ 91 કરોડની સંપત્તિમાંથી 70 ટકા નતાશાને જશે. પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જો કે, 2018 માં એક ઇન્ટરવ્યુમાં પંડ્યાએ જાહેરાત કરી હતી કે તેણે તેની તમામ મિલકત તેની માતાને ટ્રાન્સફર કરી દીધી છે. આવી સ્થિતિમાં જો આ સાચું હશે તો હાર્દિક પંડ્યા તેની કુલ સંપત્તિના 70 ટકા નતાશાને મળશે નહીં. હાર્દિકે તે ઈન્ટરવ્યુમાં વધુમાં કહ્યું હતું કે, મને મારી જાત પર વિશ્વાસ નથી. હું મારા નામે નહીં કરું. હું ભવિષ્યમાં મારી મિલકતનો 50 ટકા ભાગ કોઈને આપવા માંગતો નથી. તમને જણાવી દઈએ કે કાયદા મુજબ, હાર્દિકે નતાશાને ભરણપોષણ તરીકે કેટલાક પૈસા ચૂકવવા પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT