ક્રિકેટ જગતમાં શોક: પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

ADVERTISEMENT

Anshuman Gaekwad
માઠા સમાચાર
social share
google news

Anshuman Gaekwad: પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અંશુમન ગાયકવાડ ગાયકવાડની સારવાર માટે 1 કરોડ રૂપિયાની સહાય પણ કરી હતી. અંશુમાન ગાયકવાડે લંડન કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર પણ કરાવી હતી. તેઓ એક મહિના પહેલા ભારત આવ્યા હતા અને બરોડામાં તેમની સારવાર કરાવી રહ્યા હતા. પૂર્વ ક્રિકેટર કપિલ દેવે પણ અશુંમાન ગાયકવાડને મદદ કરી હતી. તેમણે પોતાનું પેન્શન તેમને આપવાનો નિર્ણય લીધો હતો. મોહિન્દર અમરનાથ, સંદીપ પાટીલ, મદન લાલ અને કીર્તિ આઝાદ પણ તેમના સાથી ખેલાડીની મદદ માટે આગળ આવ્યા હતા.

PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિગ્ગજ ક્રિકેટરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા અંશુમન ગાયકવાડને એક ગિફ્ટેડ પ્લેયર અને શાનદાર કોચ ગણાવ્યાં. તેમણે કહ્યું કહ્યું તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

 

ADVERTISEMENT


કેન્સર સામે લડી રહ્યા હતા ગાયકવાડ

પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમાન ગાયકવાડ બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. અંશુમન ગાયકવાડની હાલત જોઈને કપિલ દેવે મદદ કરવાનું બીડું ઝડપ્યું હતું. કપિલ દેવે પોતાનું પેન્શન અંશુમન ગાયકવાડને આપવાનો નિર્ણય લીધો હતો. તો મોહિન્દર અમરનાથ, સંદીપ પાટીલ, મદન લાલ અને કીર્તિ આઝાદ પણ તેમના સાથી ખેલાડીની મદદ માટે આગળ આવ્યા હતા. 

જય શાહે કરી હતી મદદ

ત્યાર બાદ આ દિગ્ગજ ખેલાડીની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ આગળ આવ્યું હતું. BCCIએ અંશુમાન ગાયકવાડની સારવાર માટે 1 કરોડ રૂપિયા આપવાની  જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI સેક્રેટરી જય શાહે તાત્કાલિક 1 કરોડ રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો હતો. જય શાહે અંશુમાન ગાયકવાડના પરિવાર સાથે પણ વાત કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. 

ADVERTISEMENT

પરિવારને આપ્યું હતું આશ્વાનસ

જય શાહે કહ્યું હતું કે, સંકટની આ ઘડીમાં બોર્ડ અંશુમાન ગાયકવાડના પરિવાર સાથે ઉભું છે અને તેઓ ઝડપી સ્વસ્થ થઈ જાય તે માટે જે જરૂરી હશે તે કરશે. BCCI વિશ્વાસ છે કે તેઓ આ તબક્કામાંથી પૂરી તાકાત સાથે બહાર આવશે.

ADVERTISEMENT


2000માં બન્યા હતા ટીમના કોચ

તમને જણાવી દઈએ કે, અંશુમાન ગાયકવાડનું ટેસ્ટ કરિયર 1975થી 1987 સુધી ચાલ્યું હતું. તેમણે ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી. આ પછી તેઓ 1997થી 1999 અને ફરીથી વર્ષ 2000માં ભારતીય ટીમના કોચ પણ બન્યા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ 2-1થી જીતી હતી.

30.07 ના સરેરાશથી બનાવ્યા હતા 1985 રન

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અંશુમાન ગાયકવાડના પર્ફોર્મન્સની વાત કરીયે તો તેમણે 40 ટેસ્ટમાં 70 બેટિંગમાં 30.07 ના સરેરાશથી 1985 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 10 અર્ધ શતક અને 2 સેન્ચ્યુરી ફટકારી છે. ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં તેમના નામે બે વિકેટ પણ છે. ઉપરાંત તેમણે 15 વનડે મેચમાં 14 બેટિંગમાં 269 રન ફટકાર્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT