રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ આ ટ્રોફીથી થયા બહાર, જાણો કોને મળી જગ્યા

ADVERTISEMENT

દુલીપ ટ્રોફી 2024
duleep trophy 2024
social share
google news

Duleep Trophy 2024 : દુલીપ ટ્રોફી 2024 5 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અંગે માહિતી આપી છે. જાડેજા ટીમ B તરફથી રમવા જઈ રહ્યો હતો. પરંતુ તેને રિલીઝ કરી દેવાયો છે. સિરાજ અને ઉમરાન બીમારીના કારણે રમી શકશે નહીં. તેથી તેમના સ્થાને નવદીપ સૈની અને ગૌરવ યાદવને તક આપવામાં આવી છે.

ફાસ્ટ બોલર સિરાજને ટીમ Bમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તે બીમારીના કારણે રમી શકશે નહીં. ટીમ Bમાં સિરાજની જગ્યાએ નવદીપ સૈનીને તક આપવામાં આવી છે. નવદીપ એક અનુભવી બોલર છે અને તેણે ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. નવદીપ ટીમ Bમાં અભિમન્યુ ઇશ્વરની કેપ્ટનશીપ હેઠળ રમશે. નવદીપના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો તે ભારત માટે 8 ODI મેચ રમ્યો છે. તેણે 2 ટેસ્ટ અને 11 T20 પણ રમી છે. તેણે લિસ્ટ Aમાં 101 અને ફર્સ્ટ ક્લાસમાં 184 વિકેટ લીધી છે.

ઉમરાનની જગ્યાએ ગૌરવને ટીમ Cમાં મળ્યું સ્થાન

ઉમરાન મલિક વિશે વાત કરીએ તો, તે ઋતુરાજ ગાયકવાડની કપ્તાની હેઠળ ટીમ Cનો ભાગ હતો. ઉમરાન પણ બીમાર છે. તેથી તેઓ રમી શકશે નહીં. ઉમરાનની જગ્યાએ ગૌરવ યાદવને ટીમ Cમાં જગ્યા મળી છે. ગૌરવે 37 ફર્સ્ટ ક્લાસ મેચમાં 141 વિકેટ લીધી છે. તેણે 23 લિસ્ટ A મેચમાં 48 વિકેટ લીધી છે. ગૌરવ હવે સૂર્યકુમાર યાદવ અને ગાયકવાડ જેવા મહાન ખેલાડીઓ સાથે રમશે.

ADVERTISEMENT

દુલીપ ટ્રોફી 2024 અપડેટેડ ટીમ

ભારત B: અભિમન્યુ ઈસ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી*, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી , એન. જગદીસન.

ભારત C: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, બી ઈન્દ્રજીત, ઋત્વિક શૌકીન, માનવ સુથાર, ગૌરવ યાદવ, વિશાક વિજયકુમાર, અંશુલ ખંબોજ, હિમાંશુ ચૌહાણ, મયંક મારકંડે, આર્યન જુયાલ, સંદીપ વારિયર.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT