Women's T20 WC: BCCIએ વર્લ્ડકપ ટીમની કરી જાહેરાત, આ દિગ્ગજ ક્રિકેટરોને મળી જગ્યા
Women’s T20 World Cup 2024: BCCIએ ઓક્ટોબર મહિનામાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે તેની ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન અનુભવી ખેલાડી હરમનપ્રીત કૌરને આપવામાં આવી છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ UAEમાં યોજાનારી આ ટૂર્નામેન્ટમાં પોતાનો પડકાર રજૂ કરતી જોવા મળશે.
ADVERTISEMENT

BCCI દ્વારા 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ અને યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ (જો ફિટનેસ સારી હોય) અને સજના સજીવન.
ADVERTISEMENT
ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડીઓ - ઉમા છેત્રી (વિકેટકીપર), તનુજા કંવર અને સાઈમા ઠાકોર.
ભારતની મેચ કઈ તારીખે રમાશે?
તારીખ | વિરોધી ટીમ | સ્થળ |
4 ઓક્ટોબર | ન્યુઝીલેન્ડ | દુબઈ |
6 ઓક્ટોબર | પાકિસ્તાન | દુબઈ |
9 ઓક્ટોબર | શ્રીલંકા | દુબઈ |
13 ઓક્ટોબર | ઓસ્ટ્રેલિયા | શારજાહ |
ટૂર્નામેન્ટ ક્યારે થશે
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 3 ઓક્ટોબરથી શરૂ થશે. તેની અંતિમ મેચ 20 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.
ADVERTISEMENT
ભારત 2 વોર્મ અપ મેચ રમશે
ટુર્નામેન્ટની શરૂઆત પહેલા ભારતીય ટીમ વોર્મ અપ મેચો પણ રમશે. ટીમ ઈન્ડિયા પ્રથમ પ્રેક્ટિસ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે અને બીજી વોર્મ-અપ મેચ સાઉથ આફ્રિકા સામે રમશે.
ADVERTISEMENT
ADVERTISEMENT