મર્ડર કેસમાં ફસાયેલા આ ક્રિકેટરને લઈને કેપ્ટને મૌન તોડ્યું, કહ્યું- 'આ પ્રકારના કેસ...'

ADVERTISEMENT

શાકિબ અલ હસન
shakib al hasan
social share
google news

Murder Case against Shakib Al Hasan: બાંગ્લાદેશના ખેલાડીઓએ તેમના અનુભવી સાથી શાકિબ અલ હસનનું સમર્થન કર્યું છે. આ મહિનાની શરૂઆતમાં સરકારને પછાડનારા રમખાણોના સંબંધમાં તેની સામે કથિત હત્યાનો કેસ ચાલી રહ્યો છે.

હવે આ સમગ્ર મામલે કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ કહ્યું કે રવિવારે પાકિસ્તાન સામે તેમની ટીમની પ્રથમ ટેસ્ટ જીત, જેમાં ઓલરાઉન્ડર શાકિબે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી, તે વિરોધ દરમિયાન માર્યા ગયેલા સેંકડો લોકોને શ્રદ્ધાંજલિ હતી.

વિરોધના કારણે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવવા પડ્યા હતા. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના અઠવાડિયા સુધી વિરોધ પ્રદર્શન યોજાયા, જેના પરિણામે હસીના 5 ઓગસ્ટે ભારત આવ્યા હતા અને તેના 15 વર્ષના શાસનનો અંત આવ્યો.

ADVERTISEMENT

શાંતોએ કહ્યું, 'તે 17 વર્ષથી દુનિયામાં બાંગ્લાદેશનું નામ ઉંચું કરી રહ્યા છે. શાકિબભાઈ સામે આવો કેસ અણધાર્યો છે. આપણે બધા નવા બાંગ્લાદેશમાં કંઈક નવું જોવા માંગીએ છીએ. હું આશા રાખું છું કે બધો અંધકાર દૂર થઈ જશે અને નવો પ્રકાશ આવશે.

શું છે સમગ્ર મામલો?

તાજેતરમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. બાંગ્લાદેશી ન્યૂઝ વેબસાઈટ ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, મૃતક રૂબેલના પિતા રફીકુલ ઈસ્લામે ઢાકાના એડબોર પોલીસ સ્ટેશનમાં સાકિબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. રૂબેલ એક કાપડ કામદાર હતો જેનું પ્રદર્શન દરમિયાન મૃત્યુ થયું હતું.

ADVERTISEMENT

શાકિબ અલ હસન ઉપરાંત બાંગ્લાદેશી અભિનેતા ફિરદૌસ અહેમદ વિરુદ્ધ પણ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સાકિબ 28મો આરોપી છે જ્યારે ફિરદૌસ 55મો આરોપી છે. અન્ય આરોપીઓમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના, ઓબેદુલ કાદર અને અન્ય 154નો સમાવેશ થાય છે. લગભગ 400-500 અજાણ્યા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

ADVERTISEMENT

શાકિબ અલ હસન સાંસદ બન્યા

શાકિબ અલ હસન અને ફિરદૌસ અહેમદ આ વર્ષે જાન્યુઆરીમાં અવામી લીગની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. જો કે, શેખ હસીનાની સરકારને સત્તા પરથી હટાવવાને કારણે બંનેએ તેમની સાંસદ સભ્યતા ગુમાવી દીધી હતી. શાકિબ હાલમાં પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં બાંગ્લાદેશની ટીમ યજમાન દેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન હંમેશા પોતાની હરકતોને કારણે ચર્ચામાં રહે છે. તેણે ઘણી વખત અમ્પાયર સાથે ગેરવર્તણૂક પણ કરી હતી અને ચાહકો સાથે મારપીટ પણ કરી હતી. આ વર્ષે એપ્રિલ મહિનામાં તેની ગ્રાઉન્ડ્સમેન સાથે ઝઘડો થયો હતો. એટલું જ નહીં, શાકિબે ગ્રાઉન્ડસમેનનો ફોન પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ થપ્પડ મારવાની ધમકી આપી હતી.

આવો છે શાકિબનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ

37 વર્ષીય અનુભવી ખેલાડી શાકિબે બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 68 ટેસ્ટ, 247 ODI અને 129 T20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, શાકિબે ટેસ્ટમાં 4520 રન બનાવવા સિવાય 241 વિકેટ લીધી છે. તે જ સમયે, શાકિબના નામે વન ડેમાં 7570 રન અને 317 વિકેટ છે. શાકિબે T20 ઈન્ટરનેશનલમાં 2551 રન બનાવ્યા છે અને તેણે 149 વિકેટ પણ લીધી છે. શાકિબને ઈન્ડિયન પ્રીમિયર લીગનો પણ અનુભવ છે. તેણે IPLમાં 71 મેચ રમી જેમાં તેણે 793 રન બનાવ્યા અને 63 વિકેટ પણ લીધી.

    follow whatsapp

    ADVERTISEMENT