Bajrang Punia: રેસલર બજરંગ પુુનિયાને મોટો ઝટકો, NADAએ કર્યા સસ્પેન્ડ... સામે આવ્યું મોટું કારણ

ADVERTISEMENT

Bajrang Punia
બજરંગ પુનિયા સસ્પેન્ડ!
social share
google news

Bajrang Punia: ભારતીય રેસલર બજરંગ પુનિયાને મોટો ઝટકો લાગ્યો છે. બજરંગ પુનિયાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બજરંગ પુનિયાએ માર્ચમાં સોનીપતમાં આયોજિત નેશનલ ટ્રાયલ દરમિયાન ડોપ સેમ્પલ આપ્યા ન હતા, જેના કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

યુરિન સેમ્પલ આપવાનો કર્યો હતો ઈનકાર

આ મામલાની જાણકારી ધરાવતા એક સૂત્રએ આજતકને જણાવ્યું કે બજરંગે સોનીપતમાં આયોજિત ટ્રાયલ દરમિયાન તેના યુરિન સેમ્પલ આપવાનો ઈનકાર કર્યો હતો. જ્યાં સુધી બજરંગનું સસ્પેન્શન હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કોઈપણ ટૂર્નામેન્ટ કે ટ્રાયલ્સમાં ભાગ લઈ શકશે નહીં.

તમને જણાવી દઈએ કે, 10 માર્ચે NADAએ બજરંગ પુનિયાને તેમના સેમ્પલ આપવા માટે કહ્યું હતું, પરંતુ રેસલરે સેમ્પલ આપ્યું નહોતું. તેથી NADAએ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA)ને આ અંગે જાણ કરી હતી. આ પછી WADAએ NADAને બજરંગને નોટિસ જારી કરીને આ જવાબ માંગ્યો કે તેમણે ટેસ્ટથી ઈનકાર કેમ કર્યો. આવી સ્થિતિમાં NADAએ બજરંગ પુનિયાને 23 એપ્રિલે નોટિસ પાઠવીને 7 મે સુધીમાં જવાબ આપવા કહ્યું છે. જ્યારે બજરંગ NADAને જવાબ આપશે ત્યારે જ સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવશે.

ADVERTISEMENT

ટ્રાયલ્સમાં હારી ગયા હતા બજરંગ પુનિયા

બજરંગ પુનિયાને પેરિસ ઓલિમ્પિક ક્વોલિફાયર માટે આયોજિત નેશનલ સિલેક્શન ટ્રાયલ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક (2020)ના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાને પહેલવાન રોહિત કુમારે 65 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ વજનના સેમિફાઈનલમાં હરાવી દીધા હતા. આવી સ્થિતિમાં પેરિસ ઓલિમ્પિક 2024 માં ભાગ લેવાની તેની આશાઓને મોટો ફટકો પડ્યો.

2022માં જીત્યો હતો ગોલ્ડ

બજરંગ પુનિયાએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું અને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ પુરૂષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં બજરંગ પુનિયાએ કેનેડાના એલ. મેક્લીનનો 9-2થી મ્હાત આપી હતી. બજરંગ પુનિયાનો કોમનવેલ્થ ગેમ્સમાં આ સતત બીજો અને એકંદરે ત્રીજો ગોલ્ડ મેડલ હતો. જોકે, તે પછી બજરંગ પુનિયા કંઈ ખાસ કરી શક્યા નથી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT