IPL 2025 ના ઓક્શન પહેલા આ ટીમ સાથે જોડાયો ઝહીર ખાન! લેશે ગૌતમ ગંભીરની જગ્યા

Yogesh Gajjar

ADVERTISEMENT

Zaheer Khan
Zaheer Khan
social share
google news

IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ IPLની મેગા ઓક્શન પહેલા પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનને ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કરવા જઈ રહી છે. 45 વર્ષનો ઝહીર બે વર્ષ બાદ IPLમાં વાપસી કરશે. તે 2018 અને 2022 વચ્ચે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલો હતો. સૂત્રોએ જણાવ્યું કે, 'ઝહીરને ટીમનો મેન્ટર બનાવવામાં આવ્યો છે, તેની જાહેરાત આજે સાંજે કરવામાં આવશે.'

ઝહીર ગંભીરનું સ્થાન લેશે

ગૌતમ ગંભીરની વિદાય બાદ લખનૌની ટીમમાં આ પદ ખાલી છે. ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો હતો, જેણે 2024 આઈપીએલ જીતી હતી. હવે ગંભીર ભારતીય ટીમનો મુખ્ય કોચ છે. ઝહીર મુંબઈ ઈન્ડિયન્સમાં ક્રિકેટના ડિરેક્ટર હતા અને બાદમાં વૈશ્વિક વિકાસના વડા બન્યા હતા. લખનૌની ટીમ પાસે હાલમાં બોલિંગ કોચ નથી. દક્ષિણ આફ્રિકાના મોર્ને મોર્કેલ ટીમના બોલિંગ કોચ હતા, જે હવે ગંભીરની સાથે ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં સામેલ છે.

ઝહીર ત્રણ ટીમો તરફથી રમી ચૂક્યો છે

ઝહીરે મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી ડેરડેવિલ્સ માટે આઈપીએલ રમી છે, આ ટીમો માટે 100 મેચમાં 102 વિકેટ લીધી છે. તે છેલ્લે 2017માં IPL રમ્યો હતો જ્યારે તે દિલ્હી ટીમનો કેપ્ટન હતો. લખનૌ ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગર છે જ્યારે લાન્સ ક્લુઝનર અને એડમ વોજેસ સહાયક કોચ છે.

ADVERTISEMENT

કેવો છે T-20 આંતરરાષ્ટ્રીય રેકોર્ડ

46 વર્ષીય ઝહીર ખાને ભારત માટે 17 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 17 વિકેટ લીધી છે. જ્યારે ભારતે 2006માં દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ત્યારે ઝહીર ખાન તે ટીમનો ભાગ હતો. ઝહીર ખાને એક બોલ બાકી રહેતા ભારતની છ વિકેટની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચાર ઓવરના ક્વોટામાં તેણે માત્ર 15 રન આપીને બંને ઓપનરોને આઉટ કર્યા હતા. 

    follow whatsapp

    ADVERTISEMENT