‘કાં બાપુ, ઢીલા ના પડતા’, ટીમ ઈન્ડિયાની હાર બાદ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા PM, રોહિત-વિરાટને હિંમત આપી

ADVERTISEMENT

gujarattak
social share
google news

PM Modi in Team India Dressing Room: અમદાવાદમાં ICC વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં ટીમ ઈન્ડિયાને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. ખેલાડીઓ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, દેશવાસીઓ તમને જોઈ રહ્યા છે. આ સાથે PMએ રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ સાથે પણ ગુજરાતીમાં વાત કરી હતી.

ઓસ્ટ્રેલિયા સામે હારતા ભારતીય ટીમ નિરાશ હતી

વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 240 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કાંગારૂ ટીમે 42 બોલ બાકી રહેતા 6 વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયન ટીમનો આ છઠ્ઠો વર્લ્ડ કપ હતો. આ હાર સાથે ભારતીય ટીમનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.

ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયાની ટીમે રેકોર્ડ છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો હતો. હાર બાદ ભારતીય ખેલાડીઓ અને પ્રશંસકોનું દિલ તૂટી ગયું હતું. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની આંખોમાં આંસુ આવી ગયા. તેની તસવીરો જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT