Joginder Sharma: T20 વર્લ્ડકપ 2007માં ભારતની જીતના હિરો વિરુદ્ધ FIR નોંધાઈ, આપઘાતની દુષ્પ્રેરણાનો છે મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

2007 World Cup Hero, DSP Joginder Sharma FIR: T20 વર્લ્ડ કપ 2007માં ઐતિહાસિક ઓવર ફેંકનાર પૂર્વ ક્રિકેટર જોગીન્દર શર્મા મુશ્કેલીમાં છે, તેની સામે હરિયાણાના હિસારમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુનામાં કેસ નોંધવામાં આવ્યો છે. જોગીન્દરે 2007માં પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપમાં છેલ્લી ઓવર નાખીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તેઓ હરિયાણામાં ડીએસપી તરીકે તૈનાત છે.

જોગીન્દર શર્માએ FIR વિશે શું કહ્યું?

હિસારના આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં જોગીન્દર શર્મા સહિત છ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હિસારના ડાબડા ગામના પવન નામના વ્યક્તિને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ તેની સામે કેસ નોંધવ્યો છે. જોગીન્દર શર્માએ કહ્યું કે, તેને આ અંગે કોઈ માહિતી નથી. તેઓ હિસારમાં ડીએસપીના પદ પર પણ તૈનાત છે.

આ પણ વાંચો: IND vs SA Test: Rohit Sharma એ કેપટાઉનની પીચ પર ઉઠાવ્યા સવાલ, જીત બાદ ICCને કરી આ ડિમાન્ડ

ADVERTISEMENT

શું છે સમગ્ર મામલો?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મામલો હિસારના ડાબડા ગામનો છે. 1 જાન્યુઆરીએ અહીં રહેતા એક યુવકે મિલકતના વિવાદના દબાણમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની ઓળખ 27 વર્ષીય પવન તરીકે થઈ છે.

પવનની માતા સુનીતાની ફરિયાદના આધારે 2 જાન્યુઆરીની રાત્રે છ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોગીન્દર સિંહ ઉપરાંત આરોપીઓમાં અજયબીર, ઈશ્વર ઝાઝરિયા, પ્રેમ ખાટી, અર્જુન અને હોકી કોચ રાજેન્દ્ર સિહાગનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

2020 સાથે સંબંધિત છે મામલો

આ મામલો 2020ના અન્ય કેસ સાથે સંબંધિત છે. પવનની માતા સુનીતાએ જણાવ્યું કે, ઓક્ટોબર 2020માં તેણે આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ (જોગીન્દર શર્મા સિવાય) વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે એક મહિના પછી આરોપીએ તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પવનની બહેને કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે પોલીસે તે કેસમાં એફઆઈઆર નોંધી નથી. ત્યારબાદ જોગીન્દર શર્માને ડીએસપીના પદ પર તૈનાત કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

ઘર ખાલી કરવા દબાણ કરવાનો આરોપ

આરોપીઓ પવન અને તેના પરિવારને ઘણા વર્ષોથી હેરાન કરતા હતા. પવનની માતા સુનીતાએ આરોપ લગાવ્યો કે થોડા દિવસો પહેલા અજયબીર અને તેનો પુત્ર અર્જુન આવ્યા અને તેના પુત્ર પવનને ઘર ખાલી કરવા કહ્યું, ત્યારબાદ દબાણમાં આવીને તેણે આત્મહત્યા કરી લીધી.

તમને જણાવી દઈએ કે, હરિયાણાના રોહતકથી આવેલા જોગીન્દર શર્માએ ભારત માટે માત્ર 4 ODI અને 4 T20 મેચ રમી છે. તેમણે પોતાની કારકિર્દીની તમામ T20 મેચો માત્ર વર્લ્ડ કપમાં જ રમી અને ઈતિહાસ રચાઈ ગયો. તેણે 2004માં ભારત માટે ODI ડેબ્યૂ કર્યું હતું અને તેની છેલ્લી ODI મેચ 2007માં રમી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT